વોર્ડ નં. 16માં ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી વિતરણ, ફરિયાદ નિકાલ સહિતની માહિતી મેળવતા અમિત અરોરા
અબતક, રાજકોટ
જેમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં.16માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ પોતાના તબક્કા સુધી પહોંચતી ઓનલાઈન ફરિયાદોનાં નિકાલ અંગે થયેલ કાર્યવાહીની સ્થળ પર રૂબરૂ જઈ સમીક્ષા કરી હતી.
મ્યુનિ. કમિશનરએ આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી તેમજ શહેરીજનો દ્વારા આવતી ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદો વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.
શહેરીજનો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવતો હોય છે પરંતુ કોઈ કારણોસર જે ફરિયાદોનું 24 થી 96 કલાકમાં નિવારણ નથી થતું તેવી ફરિયાદો મ્યુનિ. કમિશનર સુધી ફોરવર્ડ થઇ જાય છે, અને જે વોર્ડમાં વિઝિટ માટે જવાનું હોય તે વોર્ડની પેન્ડીંગ ફરિયાદો મ્યુનિ. કમિશનર પોતે રૂબરૂ જઈને નિકાલ કરવા અંગે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરે છે. વોર્ડ નં. 16માં ટેક્સ રિકવરી સઘન બનાવવા સુચના આપી હતી અને ટેક્સમાં એડ્રેસ ચેન્જ અને મોબાઈલ નંબર ચેન્જની કામગીરીનો પણ રીવ્યુ મ્યુનિ. કમિશનરએ કર્યો હતો.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી. અઢીયા, આસી. કમિશનર વાસંતિબેન પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, એ.ટી.પી. ધામેચા, વોર્ડ નં. 16ના વોર્ડ ઓફિસર નિકુંજ ડોબરિયા વિગેરે હાજર રહ્યા હતા.