સ્માર્ટ સિટી અંતર્ગત મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા વન-વીક-વન રોડ અભિયાન અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ સહિતની અલગ અગલ શાખાઓ દ્વારા શહેરના યાજ્ઞીક રોડ પર ડ્રાઈવ હા ધરવામાં આવી હતી. જેમાં યાજ્ઞીક રોડ, સરદારનગર મેઈન રોડ અને રજપૂત પરા વિસ્તારમાં ૧૨ સ્ળોએ માર્જીનમાં ખડકાયેલા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૯ આસામીઓ પાસેી રૂ.૫૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા અને વિજીલન્સ ઓફિસર આર.પી.ઝાલાની આગેવાનીમાં આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં યાજ્ઞીક રોડ, સરદારનગર મેઈન રોડ અને રજપૂતપરા વિસ્તારમાં વન-વિક-વન રોડ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથધરવામાં આવી હતી. જેમાં રજપૂતપરા-૧માં કેનેરા બેંક પાસે રોડ પર પથ્રની દિવાલ, યાજ્ઞીક રોડ પર રવિપ્રકાશન પાસે ફૂટપા પરનો ઓટો, બિઝનેશ ટર્મીનલ પર પાર્કિંગમાં ગ્રીલ, સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં ગ્રીલ તા પથ્રની દિવાલ, સિટી શોપ કોમ્પલેક્ષમાં પાર્કિંગમાં ગ્રીલ અને ઓટો, સરદારનગર મેઈન રોડ પર ગોલ્ડન સ્પેસ, રંજન કોમ્પલેક્ષ, શિવમ કોમ્પલેક્ષ, યાજ્ઞીક રોડ પર હિરાપન્ના કોમ્પલેક્ષ, ધનરજની કોમ્પલેક્ષ, વી.જે.જવેલર્સ અને સેન્સોસા હોટલના પાર્કિંગમાંથી ગ્રીલ હટાવી દેવામાં આવી હતી.
આજે વોર્ડ નં.૭માં કુલ ૧૨ સ્ળોએ માર્જીનમાં ખડકાયેલા ઓટા અને છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન વેળાએ સો રેલી સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૯ વ્યક્તિઓ પાસેી રૂ.૫૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.