નગરપાલિકાના લોકોને પ્રાથમિક સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે ભાજપા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે: ધનસુખ ભંડેરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત રાજયનું ૨૦૨૦નું રાજયને ઉતમથી સર્વોતમ બનાવનારુ અને ગુજરાત ટોપ ટેન પર રહે તેવું બજેટ રજુ કરવામાં આવેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર દ્વારા છેવાડાના માનવીને સર્વગ્રાહી સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં સતત કાર્યરત છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકાઓ અને ૮ મહાનગરોના વિકાસ માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ચાલુ વર્ષમાં સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના દ્વારા કુલ ૩૪૬૭ કરોડથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

નગરપાલિકાઓમાં પ્રાથમિક, માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ સ્માર્ટ ટાઉન મીશન તેમજ નદીઓ અને તળાવોના બ્યુટીફીકેશન તેમજ વરસાદી પાણીના નિકાલ, ભુગર્ભ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છ ભારત મિશન યોજના તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આ પ્રાથમિક સુવિધાઓના કામ વેગવંતા બંને તેને ધ્યાનમાં લઈ રાજયની નગરપાલિકાઓને બાકી રહેતી આખરી હપ્તાની રકમ ૧૫૭ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

3. Wednesday 1

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, મહાનગરોની સાથોસાથ નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને આસપાસના ગામડાઓ વધુ સમૃદ્ધ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા શહેરી વિસ્તારોના સાર્વત્રિક વિકાસ માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ભુગર્ભ અને પાણી પુરવઠાની સુવિધા ઉભી કરવા માટે અને ખાસ કરી નગરપાલિકાઓના રસ્તાની મરામત માટે મુખ્યમંત્રી સડક યોજના અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓના વિસ્તારમાં ફલાયઓવર બનાવવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ છે ત્યારે રેલવે ફાટકો પર ઓવરબ્રીજ તથા અંડરબ્રીજ તેમજ ફાયર સ્ટેશનો આધુનિક બનાવવા, સ્માર્ટ સીટી મિશન અંતર્ગત એરીયા રી-ડેવલોપમેન્ટ અને સીસીટીવી તેમજ ઈન્ટરનેટ કનેકટીવીટીની પણ સુવિધાઓ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્વચ્છ ગુજરાત અને પ્લાસ્ટીક મુકત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટેની પણ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આવનારા વર્ષમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકાઓનો વિકાસ થાય અને લોકોને સુવિધાની સાથો સાથ સુખાકારી જળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.