બે શખ્સોએ સમાધાન માટે બોલાવી યુવકને મારમારી હત્યાની કોશિશ કરતા નોંધાતો ગુનો
મુન્દ્રામાં રહેતા અને પેટ્રોલ પંપ પર કામ કરતા યુવાનને કોઈ શખ્સ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ પર ગાળો આપી રહ્યો હોવાથી તે શખ્સ સાથે વાતચીત કરતા તેને પ્રથમ માથાકૂટ કરી હતી ત્યાર બાદ સમાધાન માટે બોલાવી યુવકને ફરીથી મારમારી છરી ઝીંકી દેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર મુન્દ્રામાં બારોઈ રોડ ખાતે રહેતા કાસમ ઉર્ફે અમન અનવરભાઈ હજામ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના પરિચિત મુસ્તાક સઠીયા અને તેનો નાનો ભાઈના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતી કે, તેના ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં મુસ્તાક તેને અને તેના ભાઈઓને ગાળો આપતો હતો જે બાબતે તેઓ મુસ્તાકને મળીને વાતચીત કરી હતી.ત્યારે મુસ્તાકે ઉસકેરાઈને કાસમ સાથે બોલાચાલી કરી હતી.તે મુદ્દે સમાધાન બાબતે ફરી મળતા આરોપી મુસ્તાકે તેના નાના ભાઈ સાથે મળી ફરિયાદી પર છરી વડે હુમલો કરી માર મારતા કાસમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.