- તંત્રની બેદરકારી હોવાના સ્થાનિકો એ લગાડ્યા આક્ષેપ
- ભવિષ્યમાં આવો બનાવ બને તો આંદોલનની ઉચ્ચારાઈ ચીમકી
મુન્દ્રા તાલુકાના સુખપર ગામના સીમાડાના ભાગમાં ખનીજ માફિયા દ્વારા મોટા મોટા ખાડા કરાયેલા છે જે ખાડાઓ નિયમાનુસાર પૂરી દેવામાં આવતા નથી જેમાં વરસાદી પાણી ભરાઈ જતા બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થતા ચકચાર પ્રસરી છે. આ બાળકો ગઈ કાલે બપોરના ભાગેથી લાપતા હતા તેઓ ઘરે પરત ન આવતા તેમની શોધ ખોળ આદરવામાં આવી હતી. શોધખોળના અંતે ગામની સીમમાં ખનીજ માફીયાઓ દ્વારા મોટા મોટા ખાડાઓ કરાયેલા છે ત્યાં પાણી ભરાયેલા છે જેમાં કદાચ બાળકો ન્હાવા પડ્યા હોય તેવા અનુમાન સાથે ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવતા આ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેવી માલૂમ પડ્યું હતું.
નવીનગીરી ગોસ્વામી