અઠવાડીયા પહેલા દિલ્હીમાંથી ૪૪ કિલો સોનું ઝડપાયા બાદ ફરી તે જ દાણચોર ગેંગનો ઈઝ ઈનકયુબટમાં સંતાડેલો માલ ઝડપાયો

સોનાની દાણચોરી પુરબહારમાં ચાલી રહી છે. હજુ અઠવાડીયા પહેલા જ દિલ્હી ડી.આર.આઈ (ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ)ના ઝોનલ યુનિટે ‚પિયા ૧૨.૫૦ કરોડનું ૪૪ કિલો સોનું ઝડપ્યું હતું. ત્યાં વળી પાછી સોનાની દાણચોરી કરવાનો પર્દાફાશ થયો છે. ગાંધીધામની ડી.આર.આઈ.ની ટીમે મુદ્રાપોર્ટ ઉપરથી દુબઈથી આયાત થનારા એઝ ઈનકયુબટરમાં સંતાડીને લઈ આવવામાં આવેલા વધુ ‚ા.૧૫ કરોડની કિંમતનું સોનુ ઝડપી લઈ દાણચોર સિન્ડીકેટની ધરપકડ કરી છે અને હજુ ૩૪૦ કિલો સોનું સ્મલીંગથી ઘુસાડવા માટે દુબઈમાં ખરીદવામાં આવ્યું હોવાના સમાચાર છે. દુબઈ અને ભારતની સોનાની માર્કેટ વચ્ચે ભાવમાં ખાસ્સો નફાનો ગાળો હોવાના કારણે ટુંક સમયમાં કરોડો ‚પિયા કમાવવા માટે હાલ હવાઈ માર્ગ અને દરીયાઈ માર્ગે સોનાની દાણચોરી પુરબહારમાં ચાલી રહી છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છની સોનાની દાણચોરી સિન્ડીકેટ દરિયાઈ વિસ્તારમાં સક્રિય હતી પણ હવે ઉતર ભારતની સિન્ડીકેટ પણ સૌરાષ્ટ્ર-કચ્છના બંદર પર સક્રિય થઈ હોવાના અહેવાલો મળી આવ્યા છે. ઉતરભારતના દાણચોર જર્નેકસિંઘ દ્વારા થોડા સમય પહેલા એઝ ઈનકયુબટરમાં સંતાડી લાવવામાં આવેલા ૪૪ કિલો સોનાના જથ્થાને દિલ્હી ડીઆરઆઈએ ઝડપી આરોપીની ધરપકડ કરી હતી અને તેની ડીઆરઆઈ હેડકવાર્ટરમાં સતત પુછપરછ બાદ જાણવા મળ્યું હતું કે હજુ વધુ જથ્થો મુંદ્રા પોર્ટ પર આવી રહ્યો છે. જેના આધારે ડીઆરઆઈએ ચક્રો ગતિમાન કરી વધુ એક સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે, એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેડ (ઈડી) આ અંગે વધુ તપાસ હાથ ધરશે. એક અઠવાડીયામાં ૨૭.૫૦ કરોડનું સોનું ઝડપાયું છે. આ બંને કેસોમાં આરોપી પરમ ઈકવીપ્મેન્ટ પ્રા.લી.નો માલિક હાર્નેક સિંઘની ધરપકડ કરી લીધી છે.

માત્ર વર્ષ ૨૦૧૭માં જ ૩૦૦ કિલો સોનાની દાણચોરી થઈ હોવાના અહેવાલો છે. અઠવાડીયા અગાઉ દિલ્હીમાંથી ૪૪ કિલોનું સોનુ ઝડપાયાની સાથે સિંઘની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.