ફરવા જવાના બહાને માતાને લઇ જઇ મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટ્ટસ્ફોટ થતા: મૃતકની પુત્રી સહિત ત્રણની ધરપકડ: મોબાઇલ લોકેશનથી ભાંડો ફુટયો

પુત્રીને સંસ્કારનું સિંચન કરતી જનેતાને સગી પુત્રીએ પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધાની સમાજમાં લાંછનરુપ ઘટના મુન્દ્ર ખાતે પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. પ્રેમ સંબંધમાં આડખીલીરુપ બનતી માતાને ફરવા જવાના બહાને ભૂજના માધાપરથી મુન્દ્રના લુણી ગામે લઇ જઇ કરપીણ હત્યા કર્યાનો મોબાઇલ લોકેશનના આધારે ભાંડો ફુટતા પોલીસે મૃતકની પુત્રી, તેના પ્રેમી અને અન્ય એક શખ્સની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢના વતની અને મજુરી કામ અથે ભૂજના માધાપર સ્થાયી થયેલા જીતેન્દ્ર ગીરધરલાલ ભટ્ટે પોતાની પત્ની લક્ષ્મીબેન ભટ્ટની હત્યા કર્યાની સગી પુત્રી ટીયાબેન, તેનો પ્રેમી યોગેશ કમલપ્રશાદ જોટીયા અને નારણ બાબુ જોગી નામના શખ્સોએ હત્યા કર્યાની મુન્દ્ર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક લક્ષ્મીબેનના પ્રથમ લગ્ન ભૂજના માધાપરના કિશોર મુળજી વેકરીયા સાથે લગ્ન થયા હતા. લક્ષ્મીબેન કડીયા કામે જતા હતા ત્યારે તેની સાથે કડીયા કામે આવતા જીતેન્દ્ર ભટ્ટ સાથે પ્રેમ સંબંધ બંધાતા નવ વર્ષ પહેલાં બે સંતાનો સાથે જીતેન્દ્ર ભટ્ટ સાથે ઘરઘરણું કર્યુ હતું.

જીતેન્દ્ર અને તેની પત્ની લક્ષ્મીની સાથે કડીયા કામે જતો યોગેશ જોટીયા અવાર નવાર માધાપર ખાતે આવતો જતો હોવાથી તેની પુત્રી ટીયાના પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ટીયા અને યોગેશ જોટીયાના પ્રેમ સંબંધની લક્ષ્મીબેનને જાણ થતા યોગેશ જોટીયાને ઠપકો દઇ પોતાના ઘરે આવવાની ના કહી હતી.

આથી પુત્રી ટીયા અને યોગેશ જોટીયાએ લક્ષ્મીબેનનો કાટો કાઢી નાખવા માટે પ્લાન બનાવી મુન્દ્ર ફરવા જવાના બહાને લુણી ગામે લઇ જઇ ટીયા, યોગેશ અને તેનો મિત્ર નારણ બાબુ જોગીએ હત્યા કરી ગત તા.10 જુલાઇના રોજ હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. લક્ષ્મીબેન ગુમ થયા અંગેની ત્યાર બાદ તેણીની લાશ મુન્દ્રના લુણી ગામેથી મળી આવ્યાની ઘટનાના પોલીસ દ્વારા અંકોડા મેળવી તપાસ ચલાવી રહ્યા હતા તે દરમિયાન નારણ બાબુ જોગીના મોબાઇલ લોકેશન લુણી ગામનું મળી આવતા નારણ બાબુના કોલ ડીટેઇલ યોગેસ જોગીયા સાથે ઘટના સમયના મળી આવતા તેની કરાયેલી પૂછપરછમાં નારણ બાબુએ વટાણા વેરી નાખ્યા હતા. અને ત્રણેય સાથે મળી હત્યા કર્યાની કબુલાત આપતા મુન્દ્ર મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એ.જાડેજા સહિતના સ્ટાફે ત્રણેયની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.