રાજકોટ શહેરના નાગરીકોને મહાનગરપાલિકાના કામકાજ માટે દુર સુધી જવું ન પડે અને તેઓના રહેઠાણની નજીકમાં મહા નગર પાલિકાની સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ ૩ (ત્રણ) ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે.
આ સુવિધાનો મહત્તમ લોકોને લાભ મળે તે કારણસર આજથી મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ હવેથી સપ્તાહમાં એક એક દિવસ ત્રણેય ઝોન ખાતે ઉ૫સ્થિત રહી ઓફીસનું કાર્ય હાથ પર લેશે અને મુલાકાતીઓને મુલાકાત પણ આપશે.
મ્યુનિ. કમિશ્નર દર સપ્તાહ જાહેર રજા ન હોય કે અગત્યના અન્ય સરકારી કર્યો સંબંધી મીટીંગો ન હોય તેવા સમયે દર સોમવારે સેન્ટ્રલ ઝોન ગુરુવારે વેસ્ટ ઝોન અને શનિવારે ઇસ્ટ ઝોન ખાતેસાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન અરજદારઓને મુલાકાત આપશે.