Abtak Media Google News
  • યશોવિજયસુરિશ્ર્વરજી લિખિત ‘ફોરમ્યુલા’ પુસ્તકનું વિમોચન

Graphic1

શ્રી પ્લોટ શ્ર્વે. મૂ. જૈન સંઘના આંગણે પૂ. આચાર્ય ભગવંત યશોવિજયસૂરિશ્ર્વરજી મહારાજની પાવન નિશ્રામાં તથા પ.પૂ. શાસન પ્રભાવક આચાર્ય ભગવંત અજીતયશ સૂરિશ્ર્વરજી મહારાજના શિષ્ય પ.પૂ. આ.ભ. સંસ્કાર યશસૂરિશ્ર્વરજી મહારાજ તથા અનેક સાધ્વીજી મહારાજની પાવન નિશ્રામાં મુમુક્ષુરત્ન જીમીતકુમારની ભવ્ય દીક્ષા વિધીસંપન્ન થઈ ખૂબજ નિકટથી હજારો ભાવુકો આ દીક્ષાને માણી ભાવિત થયા હતા ભવ્ય સજાવટ એવમ શાસનભાઈ શાહ અને નૈતિકભાઈ શાહના સંગીતના સથવારે સહુ કોઈ ભકિતથી ભીના-ભીના થઈ ગયા હતા.

મુમુક્ષુને વિજયતિલક કરવામાં આવ્યું અને નિષ્કટંક જીવનના આશિષ આપવામાં આવ્યા. ત્યારબાદ મુમુક્ષુએ આભુષણો સમેત સર્વ શરગારનો ત્યાગ કયો. હજારો લોકોની આતુરતાએ પૂ. આચાર્ય ભગવંતે મુમુક્ષુરત્નને રજોહરણનું પ્રદાન કર્યું. દિવ્ય શંખનાદ-ઘંટનાદ સાથે સુમુધર સંગીતના તાલે આખુ વાતાવરણ ઝુમી ઉઠ્યું. દીક્ષાર્થી  ઝુમી ઉઠ્યા. આનંદ મંગલ છવાઈ ગયા મુમુક્ષુએ સઘળા કેશ ઉતારી દીધા અને  નુતન  ઉજજવલ ધવલ વસ્ત્રો ધારણ કર્યા એ વસ્ત્રો કે જેમાં કોઈ ખીસ્સુ નથી, કોઈ સીલાઈ નથી, કોઈ રંગ નથી કેવલ ઉજજવલ શ્ર્વેત વસ્ત્રોમાં તેઓ શોભી રહ્યા હતા.

મુમુક્ષુ નુતન વેશમાં સજજ થઈ જયારે માંડવે પધારી રહ્યા હતા ત્યારે યુવાનોએ દિક્ષાર્થી અમર રહોના નાદથી વાતાવરણ ગુંજવી દીધષલ ભવ્ય એ વાત હતી સૌના હૃયે આનંદ અને  અહોભાવથી તરબોળ હતા ઉલ્લાસ અને ઉમંગ ચરમ સીમાએ હતા ગૌતમ ગણધરનો વેશ અને ગણવેશને સહુએ માથુ ઝુકાવી વંદન કરતા  હતા નૂતન દિક્ષિત ને નિહાળવા એમની એક ઝલક  મેળવવા સહુ કોઈ આતુર હતા, ઉલ્લાસીત હતા.

આ પ્રસંગે પૂ. આ.ભ. યશોવિજયસુરિશ્ર્વરજી લિખિત  પુસ્તક  ફોરમ્યુલાનું અંગ્રેજી અને હિન્દી ભાષાનું  વર્ઝન ના પુસ્તકનું વિમોચન  કરણભાઈ શાહ  સાંજ સમાચારના તંત્રી તથા પ્રમુખ  ટ્રસ્ટીના હસ્તે વિમોચન કરવામાં આવેલ.

અંતમાં નૂતનદીક્ષીતનું નામ મૂનિરાજ જીનાગમયશવિજયજી મહારાજનું નામ  ઘોષિત   થયું સહુએ ઉલ્લાસથી નૂતનદિક્ષિતનો જયકારો બોલાવશે. છેલ્લે આજના આનંદનો એકરાર કરતા  યુવકો મનમૂકીને નાચ્યા ખૂબ ઝુમ્યા !

આ દિક્ષા ઉત્સવને સફળ કરવા માટે શ્રી પ્લોટ જૈન સંઘના ટ્રસ્ટી મંડળે, પ્લોટ  યુવક મંડળે ખુબજ જહેમત ઉઠાવી હતી અને આનંદ ઉલ્લાસ પૂર્વક નિર્વિઘ્ને  સંપન્ન થઈ હતી.

આ દિક્ષા  મહોત્સવને લોકો વર્ષો સુધી યાદ કરતા રહેશે. એવું દરેકના મોઢે રમતું હતુ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.