- હેમ પ્રભ્ર સુરીશ્ર્વરજી મ.સા. નિશ્રામાં
- કાલે સવારે 4:35 થી પ્રવજ્યા ક્રિયાનો પ્રારંભ થશે રજોહરણ બાદ કેશ લોચન પછી મુમુક્ષુ તીર્થનું નવું નામ આપશે ગુરુજી
સત્યપુનધામ શ્રીગાંધીગ્રામ શ્વે. મૂ . જૈન સંઘ માં શેઠ પરિવારના શ્રાવિકા સોનલબેન અને શ્રાવક કમલેશભાઈ ના પુત્ર અને દર્શન નો નાનો ભાઈ તથા શેઠ પરિવારનો લાડલો બાળ મુમુક્ષુ તીર્થ કુમાર ને સંયમ સ્વીકાર ના ભાવ થતા આચાર્ય ભગવંત હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય થવા માટે દીક્ષા મૂહૂર્ત પ્રદાન શંખેશ્વર તીર્થમાં વિદ્વદ્યર્ય મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજા, આચાર્યદેવ મનમોહન સૂરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય દેવ હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ, આચાર્ય દેવ તત્વપ્રભ સૂરીશ્વરજી આદી સાધુ સાધ્વીજી ભગવતના શુભ હસ્તે પ્રદાન થયું હતું
શ્રી સત્યપુનધામ શ્રી ગાંધીગ્રામ જૈન સંઘ રાજકોટ ખાતે આ સંયમ સ્વીકાર ની સાધના ઉત્સવ માં ભક્તિના રંગે રંગાવા માટે ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમોની વણજાર આયોજવામાં આવ્યું છે
આજે સવારે 9 કલાક થી મુમુક્ષુ તીર્થ કુમાર નો રાજમાર્ગ પર શાશન પ્રભાવના વધારતો વર્ષીદાન નો વરઘોડો જેમાં ધર્મ ધ્વજ, અલગ અલગ રાસ મંડળી, ભગવાન નો રથ, પૂજ્ય સાધુ ભગવતો, મુમુક્ષુ તીર્થ કુમાર અને પરિવાર ના શણગારેલા રથ, અનુકંપા રથ તેમજ બેઠું વર્ષીદાન કરવામાં આવ્યું હતું 2:30 કલાકે શામળા પાર્શ્વનાથ ભગવાનને શક્રસ્તવ અભિષેક નું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સાંજે 4 કલાકે મુમુક્ષુ તીર્થ કુમાર ને ઘર આંગણે અંતિમ વાયણું કર્યું હતું આજે રાત્રે 8 કલાકે સંસારના ત્યાગની અનુમોદના કરતો ભવ્ય વિદાય ઉત્સવ માં ભાવભીના બનાવવા મુંબઈ ના સંજયભાઈ ભાઉ અને પાટણવાળા અંકુરભાઇ શાહ ના સથવારે આત્મ સ્પર્શ નો હર્ષોત્સવ આયોજન કરવામાં આવ્યું છે
તા. 11 ડીસેમ્બર ના આત્મસ્પર્શ ના શ્રેષ્ઠ દિવશે શ્રી ભદ્રંકર ક્રિયા મંડપ માં પધારેલ તમામ ગુરુ ભગવંતોની નીશ્રા તેમજ રાજકોટના તમામ સંઘ શ્રેષ્ઠીઓની હાજરીમાં બાળ મુમુક્ષુ તીર્થ કુમારનો વહેલી સવારે 4 કલાકે પ્રવેશ થશે ત્યારબાદ 4:35 થી પ્રવજ્યા ક્રિયા નો પ્રારંભ થશે શુભ મુહર્તે રજોહરણ પ્રાપ્ત થશે, કેશ લોચન પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ મુમુક્ષુ તીર્થ નું નવું નામ ગુરુજી દ્વારા જણાવવામાં આવશે
આ દિક્ષા મહોત્સવ પૂર્ણ થયે નુતન દિક્ષિત પોતાની સંયમ યાત્રા અને ગુરુભગવંતો નો વિહાર સાંજે તે જ દિવસે 4:30 કલાકે માંથી શરુ થશે
ગુરુદેવના આશિર્વાદથી હું દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છું: દીક્ષાર્થી તીર્થે
અબતક સાથેની વાતચીતમાં દીક્ષાર્થી તીર્થે જણાવ્યું હતું કે હું 14 વર્ષનો છું ગુરુદેવ સાથે જ હું રહું છું ગુરુદેવના આશીર્વાદથી હું દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છું ત્યારે ખૂબ જ આનંદ છે આ ઉપરાંત મારા ફઈબા એ પણ દીક્ષા લીધી હતી હજુ પણ અમે ધર્મ ને કાજે હિંસાથી પર અહિંસા અને જીવદયા ના માર્ગે ચાલે તેવા જૈન સાધુ -સંતો છે
સંયમનો માર્ગ ખૂબ જ કઠિન છે: દીક્ષાર્થીના કાકા પીન્ટુભાઇ
અબતક સાથેની વાતચીતમાં દીક્ષાર્થીના કાકા પીન્ટુભાઇ એ જણાવ્યું હતું કે મારો ભત્રીજો સંસારની મોહમાયા ને ત્યાગી સંયમના માર્ગે જઈ રહ્યો છે , આજે તેમનો અંતિમ દિવસ છે તે સાધુ સંતોના માર્ગે સંસારને ત્યાગી દેશે અને કાલે સવારે વેશ પરિવર્તન અને નામકરણ કરી દીક્ષા ગ્રહણ કરશે આ માર્ગ ખૂબ જ કઠિન છે પરંતુ ગુરુદેવના આશીર્વાદથી આ માર્ગ અપનાવ્યો છે.
મારો દીકરો દીક્ષા ગ્રહણ કરે એ એક ગર્વની વાત છે: મુમુક્ષુના પિતા કમલેશ શેઠ
અબતક સાથેની વાતચીતમાં તીર્થ ના પિતા કમલેશ શેઠે જણાવ્યું હતું કે આજે મારો નાનો દીકરો તીર્થ સંયમના માર્ગે જઈ રહ્યો છે અને સાત વર્ષનો હતો ત્યારથી ગુરુજીના સંપર્કમાં આવેલો છેલ્લા બે વર્ષથી ભણવાનું છોડીને ગુરુદેવના શરણે છે તેઓના આશીર્વાદથી સંસાર ત્યાગી રહ્યો છે , ગાંધીગ્રામ સંઘમાં પહેલી દીક્ષા લેવાઇ રહી છે મારી ઈચ્છા ન હતી પરંતુ પરિવારજનો તેમજ તીર્થના ઉત્સાહથી રાજી- ખુશીથી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છે મારી માટે મારો દીકરો દીક્ષા ગ્રહણ કરે એ એક ગર્વની વાત છે