વાનરથી માનવ અને માનવથી સંયમ તરફ પ્રયાણ…
રાત્રે પ્રમુખ સ્વામી સભાગૃહમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ, કાલે મુકિત મહેલનાં શિલાન્યાસની વિધિ અને સાધર્મિક ભકિત
જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મુમુક્ષુ રત્ન સૌરવકુમારનો પદ પ્રવજયા પ્રદાન પર્વોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં આજરોજ આરાધના ભવન ખાતે વરસીદાનનો વરઘોડો યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.મુમુક્ષુ રત્ન સૌરવકુમારની ભાગવતી પ્રવજયા પ્રસંગે આજે સવારે વરસીદાનનો વરઘોડો નિકળ્યો હતો. તેમજ આજે રાત્રે ૮ કલાકે પ્રમુખ સ્વામી સભાગૃહ, કાલાવડ રોડ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે આવતીકાલે વહેલી પરોઢે ૪.૪૫ કલાકે મુકિત મહેલનાં શિલાન્યાસની વિધિનો પ્રારંભ કરવામાં આવશે ઉપરાંત સવારે ૯ કલાકે સાધર્મિક ભકિતનું આયોજન કરવામાં આવ્યું છે.