પ્રશ્ર્ન પત્રોમાં અત્યારે પરીક્ષકો લોચો મારે છે તેમ ભુતકાળમાં પણ લોચા તો પડતા હશે પણ જાગૃતિના અભાવે ધજાગરા થતા નહીં હોય !
રાત્રીના નવ વાગ્યા પછી તો તે સમયે મુળી ગામમાં અવર જવર લગભગ બંધ થઈ જતી અને સુમસામ શાંતિનું સામ્રાજય ફેલાઈ જતુ. ઘણીવાર ફોજદાર જયદેવ વાળુપાણી કરીને ચાલતો હાઈવે ઉપર આવતો અને ત્યાં આવેલ બસ સ્ટેન્ડ કે જે સુમસામ ખાલી હોય ત્યાં આંટો મારતો તેણે અગાઉ કયાંક વાંચેલુ કે શસ્ત્ર વગરનો ક્ષત્રિય (રક્ષણનું કાર્ય કરનાર)જો સામે મળે તો તે અપશુકન ગણાય! શુકન અપશુકન તો ઠીક તે સમયે જેણે પણ આ ગતકડુ વહેતુ મૂકય હશે તે ખૂબ વિચારીને મુકયું હશે કેમકે રક્ષણ શસ્ત્ર અને સંઘર્ષ (યુધ્ધ) વગર શકય જ નથી. તે ન્યાયે જયદેવ પોતે જયારે બહાર નીકળતો ત્યારે કમરે રીવોલ્વર બાંધેલી રાખતો.
એક દિવસ આ રીતે બસ સ્ટેન્ડમાં આવતા તેણે જોયું કે એક આધેડ વયની વ્યકિત બાકડા ઉપર નિર્લેપ ભાવે બેઠી હતી. જયદેવે વિચાર્યું કે તે વ્યકિત કાંતો કાંઈક મનોમંથન કરી રહી છે. અથવાતો બસ સ્ટેન્ડ પાછળ જે રાજ મહેલ સુધીનો ખૂલ્લો પટ હતો ત્યાં ઘનઘોર અંધા‚ હતુ અને તમરાઓ અને નિશાચરો ના જે વિવિધ પ્રકારનાં અવાજો આવતા હતા. તે કુદરતી નજારાનો લ્હાવો લઈ રહી હતી.
અથવા તો જો બસ ચૂકી ગયેલો મુસાફર મુશ્કેલીમાં હોય તો તેને મદદ કરી રાત્રીનો સમય હોઈ હાઈવે ઉપર બીજા વાહનમાં જવાની મદદ ક‚ અને પોલસની દ્રષ્ટીએ બીજી પણ ખાત્રી કરવાની જ હતી. તેથી બાકડા તરફ જતા જ આ વ્યકિતએ જયદેવને આવતો જોઈને કહ્યું ‘આવો સાહેબ’ આથી જયદેવે તેમને પુછયું કે ‘કેમ એકલા બેઠા છો અને તે પણ રાત્રીનાં સમયે ? કાંઈ તકલીફ છે?’ આથી આ વ્યકિત એ કહ્યું ‘ના સાહેબ કોઈ જ તકલીફ નથી’ આથી જયદેવે પુછયું કે ‘તો કેમ અહિં આમ એકલા બેઠા છો?’ આથી તે વ્યકિતએ હસીને કહ્યું ‘હું રાત્રીની સુંદરતા એકાંત અને મારી જન્મભૂમિની મોજ માણી રહ્યો છું’ આથી જયદેવને આ વ્યકિતમાં રસ પડયો અને તેની બાજુમાં જ બાકડા ઉપર બેસી ગયો અને પુછયું કે શાની અને કઈ રીતે મોજ માણો છો? આથી તેણે કહ્યું ‘સાહેબ આ મુળી ગામ મારૂ મુળ વતન છે હું અહિંનો જ વણીક છું આ મારૂ જન્મ સ્થળ છે.
પરંતુ હું હાલમાં મુંબઈ રહું છું. અને મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું જયદેવને આ વ્યકિતમાં રસ પડયો આથી તેણે વિગતે પુછયું કે ‘તમે અહિં મુળીમાં અભ્યાસ કરેલો?’ પ્રોફેસર કહ્યું હા પ્રાથમિક શાળાનો અભ્યાસ અહિં જ કરેલો અને મારા સંબંધીઓ મુંબઈ રહેતા હોય આગળ અભ્યાસ માટે મને મુંબઈ મોકલેલો.
સ્નાતક સુધીનો અભ્યાસ ત્યાં મુંબઈ યુનિવર્સિટીમાં જ વિજ્ઞાન શાખાના વનસ્પતિ શાસ્ત્ર (બોટોની) વિષયમાં કરેલો અને મને આ વનસ્પતિ શાસ્ત્રમાં યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ મળેલો અને પછી માસ્ટર ડીગ્રી ત્યાંજ મેળવી તેજ યુનિ.માં પ્રથમ ડેમોન્સ્ટ્રેટર તરીકે અને પછી પ્રોફેસર તરીકે નોકરી મળી ગયેલી તેથી ત્યાંજ રહી ગયો પરંતુ પેલા સુત્ર ‘જનની અને જન્મભૂમિ સ્વર્ગાદ અપિ ગરિયસિ’ તે પ્રમાણે મને આ મારૂ પાંચાળ પ્રદેશનું વતન ખૂબજ પ્રિય છે. અને વર્ષે એકાદ વખત વેકેશનમાં આ મારા સ્વર્ગ સમાન મુળી ગામમાં આવી તમામ સ્થળોએ ફરૂ છું, બેસું છું અને ભુતકાળ તથા કુદરતમાં લીન થઈ જઈને આ ખમીરવંતી ભૂમીનું રસપાન કરૂ છું.
જયદેવે પણ સ્નાતક સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રસાયણ શાસ્ત્ર (કેમીસ્ટ્રી) અને વનસ્પતિ શાસ્ત્ર વિષયો સાથે જ કરેલો અને તેની જીંદગીનો ટર્નીંગ પોઈન્ટ રાજય જાહેર સેવા આયોગ (પબ્લીક સર્વીસ કમિશન ૧૯૭૭)ની પરીક્ષા આપેલી તેમાં સફળતા નહિ મળવાનું કારણ આ વનસ્પતિ શાસ્ત્ર વિષય તેણે વૈકલ્પીક વિષય તરીકે રાખેલો તે હતુ તેમને માનતો હતો અને તે નિષ્ફળતાને કારણે વચ્ચે આ પોલીસ સીલેકશન બોર્ડની પરીક્ષા સર્વીસ કમિશનની બીજી જાહેરાત પહેલા આવી જતા તે પોલીસ દળમાં ફોજદાર તરીકે જોડાઈ ગયેલો.
તે સમયે સર્વિસ કમિશનની લેખીત સ્પર્ધાત્મક પરિક્ષામાં વૈકલ્પીક વિષયોમાં સો-સો ગુણના પ્રશ્ર્નપત્રો નીકળતા જેમાં પાંચ પાંચ પ્રશ્ર્નો પૂછાતા જે પાંચે પાંચ ના જવાબ આપવાના રહેતા આમ એક પ્રશ્ર્ન ૨૦ માર્કનો થયો. આ વનસ્પતિ શાસ્ત્રના પ્રશ્ર્ન પત્રમાં જયદેવે પાંચ પાંચ પ્રશ્ર્નોના જવાબ લખેલા હતા. પરંતુ તેમાંજ ધાર્યા પ્રમાણે ઘણા માર્ક (ગુણ) ઓછા આવ્યા હતા બીજામાં બરાબર માર્ક હતા. જયદેવના મીત્ર દેવેન્દ્રને તેની કરતા ત્રણ જ માર્ક વધારે હોવા છતા તેને મૌખીક ઈન્ટરવ્યુ આવેલું અને પોતાને નહિ આવેલુ.
આ વનસ્પતિ શાસ્ત્રના પ્રશ્ર્નપત્રમાં છેલ્લાેપાંચમો પ્રશ્ર્ન હતો કે ‘વનસ્પતિ એકમો વિશે વિગતવાર વર્ણન કરો’ અને આજ પ્રશ્ર્ન અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પુછેલો હતો કે Narrate the types of vegitation. આથી આ એક જ પ્રશ્ર્ન જુદી જુદી ભાષામાં અલગ અલગ રીતે પુછેલો હોય તે દ્વિઘામાં હતોકે વનસ્પતિ એકમો એટલેકે ફૂલ વિન્યાસ, પર્ણ વિન્યાસ, શાખા વિન્યાસ, થડ મુળ વિગેરે તેના અંગોનાં વિભાગ વર્ણન તેથી તેણે તે પ્રમાણે જવાબ વિગતવારનો આકૃતિઓ સાથે લખી નાખેલો. વળી અંગ્રેજી માધ્યમમાં પુછેલ આ જ પ્રશ્ર્ન ‘ટાઈપ્સ ઓફ વેજીટેશન’ અંગે તે જુદી જુદી વનસ્પતિ જે પૃથ્વી ઉપર જમીન અને ભૌગોલીક વાતાવરણ મુજબ થતી હતી તેમ સમજયો.
જયદેવ પાસે સમય હોય આ જવાબ પણ તેણે લખી નાખ્યો જેમ કે રણ કે મરૂ ભૂમિમાં થતી વનસ્પતિઓ થોર આંકડા કેરડા વિગેરે જેને શષ્કાેદભીદ્ વનસ્પતિઓ કહે છે તથા પાણીમાં થતી જલોદભીદ વનસ્પતિઓ જેવીકે લીલ આલ્ગી વિગેરે અને સમધાત આબોહવામાં થતી વનસ્પતિ એટલે મધ્યોદભીદ વનસ્પતિઓ જેવી કે આંબા વડલા લીમડા વિગેરે પરંતુ આ વિષયમાં જ માર્ક ઓછા આવતા આ સવાલ જવાબ જશંકાના દાયરામાં હતો કે ખરેખર શું હશે? જો આ જવાબ સાચો લખાયો હોત તો તેને ૨૦ માંથી ૧૮ કે ૧૯ માર્ક મળેતઅને તો મેરીટમાં ખૂબ આગળ ચાલ્યો જાત અને સફળતા નકકી જ હતી તો આ પોલીસ દળમાં આવવાનો કોઈ સવાલ ન રહેત.
આથી આ ટર્નીંગ પોઈન્ટ પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માટે આ પ્રોફેસર જ મળી જતા જયદેવે તેમને કહ્યું તમને વાંધોન હોય તોમારે તમારા વિષય લગતી થોડી ચર્ચા કરવી છે. પોલીસ સ્ટેશન અહી બાજુમાં જ છે. આપણે ત્યાં બેસી ને ચચારકરીએ. પ્રોફેસરે કહ્યું જરૂર આ રીતે પોલીસ સ્ટેશન જવાનું થાય તે ખુશીની વાત છે અને મને પણ જોવા નો મોકો મળશે.
બંને જણા મુળી પોલીસ સ્ટેશનમાં આવી ફળીયામાં જ ખુરશીઓ નખાવી કુદરતી વાતાવરણમાં જ જયદેવે પોતાની ઉપર જણાવેલ સર્વીસ કમિશનના દ્વિઘાત્મક પ્રશ્ર્ન અને જવાબની વાત કરી અને પુછયું કે મને લાગે છે કે કાંઈક ખોટું થયું છે.
પ્રોફેસરે બંને ભાષાના પ્રશ્ર્નો ફરીથી સાંભળીને થોડીવાર વિચાર કરીને કહ્યું કે ‘તમે તમારી રીતે સાચા છો પણ પ્રશ્ર્ન પત્ર કાઢનારે જ આ બે ભાષામાં એક જ બાબત નો પ્રશ્ર્ન જુદી જુદી રીતે પુછેલો તેથી તેજ દ્વિઘામાં જણાય છે. હાલમાં પ્રશ્ર્ન પેપરોમાં લોચા પડે છે અને વિરોધ થાય છે તેમ તે સમયે પણ લોચા તો પડતા હશે પણ વિરોધ થતો નહિ. કેમકે આ બાબત સ્પષ્ટતા કરતી નથી ખરેખર તમામ બાબતો ને એક સાથે મુલવીને પુછવી હોય તો પ્રશ્ર્ન આ પ્રમાણે હોવો જોઈએ કે વનસ્પતિ સમાજોનું વર્ગીકરણ કરો જે અંગ્રેજી માધ્યમ માટે Classify the Vegitationતેમ હોય તો જ પરિક્ષાર્થીઓ સાચી હકિકત જાણી શકે અને જવાબ આપી શકે!
આથી જયદેવ તુરત સમજી ગયો અને પ્રોફેસર ને વચ્ચે રોકીને કહ્યું તો તો તે પ્રશ્ર્નનો જવાબ સાવ સહેલો છે. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ એકાંગી એટલે લીલ વિગેરે વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ જેને મુળ થડ પાન વિગેરે હોય છે. પણ ફૂલ કે ફળ નથી આવતા તેવી હંસરાજ વિગેરે વનસ્પતિ અને ત્રીઅંગી વનસ્પતિ એટલે આ લીમડા પીપળા વિગેરે જેને મુળ, થડ પાન, ફૂલ અને ફળ આવે તેવી વનસ્પતિ.’
પ્રોફેસરે કહ્યું ‘એકઝેકટલી, તેજ જવાબ હોય શકે’ આ સાંભળીને જયદેવને અફસોસનો પાર ન રહ્યો તેને થયું કે જો આ પ્રશ્ર્ન બરાબર આ રીતે પુછાયો હોત તો તેનો જવાબ પણ તેને આવડતો હતો અને તો અત્યારે તેનું જીવન કાંઈક અલગ જ હોત! પછી મન ને મનાવ્યું કે બધુ ઈશ્ર્વરની ઈચ્છા મુજબ જ થાય છે. આમ મનોમંથન કરતો વિચારમાં પડેલા જયદેવ ને પ્રોફેસરે પુછયું કે આ ચર્ચા ઉપરથી જણાય છે કે તમારી બચપણની શૈક્ષણીક કારકીર્દી બહુ સારી હશે. જયદેવને તેના ભુતકાળમાં પાછા જવાનું જરાય મન નહતુ પરંતુ પ્રોફેસરે આગ્રહ રાખતા જયદેવે કહ્યું ‘જુઓ સાહેબ હું બચપણમાં પ્રાથમિક સ્કુલમાં જવાનો જ આળસુ અને આખો દિવસ સ્કુલમાં બેસી રહેવાનો કાયર હતો. ઘણી વખત ઘેરથી દફતર લઈ ગામના પાદરમાં દફતર ક્યાંકઝાડ ઉપર ટીંગાડીને કે જમીનમાં દાટીને પછી વાડીઓમાં નદી, તળાવ કે ડેમ ઉપર પહાડ અને સીમ વગડે મીત્રો સાથે રખડતો, પરંતુ દરેક ધોરણમાં ઉતિર્ણ તો અવશ્ય ઈજતો.
પણ સામાન્ય વિદ્યાર્થી હતો. એમ કરતા કરતા સાતમુ ધોરણ પાસ કરી આઠમાં ધોરણમાં હાઈસ્કુલમાં આવ્યો તે સમયે પ્રાથમિક સ્કુલમાં ધોરણ સાત સુધી એક જ વર્ગ શિક્ષક તમામ વિષયો આખો દિવસ ભણાવ્યે રાખતા જયારે હાઈસ્કુલમાં દરેક વિષયનાં અલગ અલગ શિક્ષકો કલાકે કલાકે બદલાતા અને આઠમાં ધોરણથી વધારાના વિષયો ઈગ્લીશ સંસ્કૃત અને ગણીતમાં અંકગણીત ઉપરાંત બીજગણીત ભૂમિતિ અને વિજ્ઞાનમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને જીવ શાસ્ત્ર અને શારીર વિજ્ઞાન તથા ભૂગોળ અલગથી ભણાવાતા.
આ દરેક પીરીયડમાં હાજરી પૂરાતી. વળી ઈગ્લીશ જેવો નવો અને અઘરો વિષય તથા પોતાને ભૂગોળ અને વિજ્ઞાનમાં વધુ રસપડતા તે હાઈસ્કુલે નિયમિત જવા લાગ્યો. વળી લાગ્યું કે હવે ગંભીરતાથી ભણવામાં નહિ આવે તો મુશ્કેલી પડશે તેથી દરેક વિષયોનું રોજે રોજ લેસન પોતાના ઘેર જ નિયમિત કરવા લાગ્યો. થોડો ભય પણ ખરો કે કયાંક નાપાસ ન થઈ જવાય ! આ હાઈસ્કુલ અમારી વરતેજ ગ્રામ પંચાયત સંચાલીત સરકારી ગ્રાન્ટેડ સ્કુલ હતી.
આમ કરતા કરતા આઠમાં ધોરણની છ માસીક પરીક્ષા આવી ગઈ. તમામ વિદ્યાર્થીઓ ચર્ચા કરતા હતા. કે આઠમાં ધોણરની છ માસીક પરીક્ષામાં તો શિક્ષકો જ કડક પરિણામ આપે છે.અને નવા વિષયોમાં લગભગ દાંડી ગુલ જ થાય ! હું સામાન્ય કક્ષાનો વિદ્યાર્થીઆ નાપાસ થવાના ડર ને કારણે જે અભ્યાસમાં મહેનત કરતો હતો તેમાં આવી વાતો સાંભળી વધારે વાંચવા લખવા લાગ્યો અને વધારે તૈયારી કરી પરીક્ષા આપી અને ચમત્કાર થયો.
હું મારા વર્ગમાં પાંચમા નંબરે પાસ થયો! જોકે આખા વર્ગમાં કુલ છ જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બાકી તમામની દાંડી ગુલ જ હતી. આ પરિણામથી મને ખૂબજ ઉત્સાહ વધ્યો અને તેથી રખડવાની પ્રવૃત્તિ જ બંધ કરી દીધી અને અભ્યાસમાં જ લાગી ગયો. પુરી મહેનત અને તાકાત લગાડી આઠમાં ધોરણની વાર્ષિક પરીક્ષા આપતા અવ્વલ નંબરે પાસ થયો. વળી નવમાં ધોરણમા તેનાથી વધારે મહેનત કરી અને શિક્ષકો એ પણ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા સમગ્ર હાઈસ્કુલમાં પહેલા નંબરે પાસ થયો. એ પછી તો અભ્યાસ કરવામાં પાછુ વાળીને જોયું જ નહિ.
તે સમયે કોલેજ કાળમાં ગામડેથી ભાવનગર અપ-ડાઉન કરતા અને એવું કોઈ માર્ગદર્શન કે જાણ કારી પણ નહિ કે ગ્રેજયુએશન પછી આવી જાહેર સેવા આયોગકે સર્વીસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે. પરંતુ પોતાના મીત્ર દેવેન્દ્ર પંડયાએ રાજય સર્વીસ કમિશનની સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત આવી તેની મને જાણ કરતા તેનું ફોર્મ ભરી દીધું અને ત્રણ મહિનામાં તો તે પરિક્ષાઓ પણ આવી ગઈ. મને કોઈ ખાસ જાણકારી નહિ છતા મેં આ રાજય જાહેર સેવા આયોગની પરીક્ષા મારા વિજ્ઞાનના વિષય વનસ્પતિ શાસ્ત્ર સહિતની આપી દીધેલી અને તેમાં જણાવ્યા પ્રમાણે સફળતા નહિ મળતા બીજી જાહેરાત આવે તો તેના માટે પ્રયત્ન ચાલુ હતો દરમ્યાન આ પોલીસ દળમાં આવી ગયો.
પ્રોફેસરે જયદેવને કહ્યું ‘મારે તમારા બચપણનાં સ્કુલ હાઈસ્કુલના સમયના તોફાનો પૈકી એકાદ કિસ્સાની વાત સાંભળવી છે. જેથી મને પણ ખબર પડે કે ગામડાના વિદ્યાર્થીઓ કેવા તોફાનો કરે છે. ‘જયદેવે કહ્યું ‘પ્રાથમિક સ્કુલમાં તો અગાઉ જણાવ્યા પ્રમાણે હું સાવ સામાન્ય કક્ષાનો વિદ્યાર્થી હતો. અને અગાઉ જણાવ્યા પ્રમાણે કુદરતનાખોળે સીમ વગડે રખડવાનો શોખ એટલે કયારેક કયારેક સ્કુલમાં પોલ કાપી લેતો પરંતુ હાઈસ્કુલમાં હોંશિયાર વિદ્યાર્થી તરીકે અને પ્રથમ નંબર જાળવી રાખવાની મથામણમાં મેં તો તોફાન કરવાનું જ બંધ કરી દીધું હતુ. તેમ છતા પ્રોફેસરે ખુબ આગ્રહ કરતા જયદેવે કહ્યું ‘અમારા ગામનું નામ ખૂબ જુના જમાનાથી માથાભારે અને આગેવાનીમાં હતુ મહાત્મા ગાંધીજીએ પ્રથમ ક્ષત્રીય મહાસભાનું અહી સને ૧૯૨૫માં આયોજન પણ કરેલ હતુ.
આમ છાપ માથાભારેની અને વિદ્યાર્થીઓની છાપ પણ તોફાનીમાં, પરંતુ વરતેજ ગામ ભાવનગરથી નજીક એટલે શિક્ષકો ભાવનગર રહી અપડાઉન કરી શકે તે માટે સ્કુલમાં તોફાની વિદ્યાર્થીઓ હોવા છતા મનાવી વરતેજ હાઈસ્કુલમાંજ નિમણુંક લઈ લેતા અને જેવો ભાવનગરમાં કાંઈક મોકો મળે એટલે વરતેજની નોકરી મૂકી ભાવનગરમાં નોકરી લઈ લેતા વળી વરતેજમાં તોફાની વિદ્યાર્થીઓની આકરી કસોટીમાંથી પસાર થયેલા હોય તેમનો ભાવનગરમાં રોલો પડતો (FRCS લંડન માફત) અને તેમને પણ ભાવનગરમાં રામ રાજય જેવું લાગતુ! તે સમયે વરતેજ હાઈસ્કુલમાં ઉપરા છાપરી ચાર વર્ષમાં ચાર હેડ માસ્ટર આવીને ચાલ્યા ગયેલા અને નવા આવેલા હેડ માસ્ટર વિજ્ઞાનના શિક્ષક પણ હતા અને તેમને એવો વહેમ હતો કે હું પણ તોફાની ગામનો જ તોફાની વિદ્યાર્થી હતો. મને વરતેજ હાઈસ્કુલમાં વાંધો નહિ આવે તેમ અનુમાન કરી તેમણે તેમની પોતાની મનમાની દાદાગરી વરતેજ હાઈસ્કુલમાં ચાલુ કરી દીધી જે આખરે તો તેમના માટે જ બોધ પાઠ બનવાની હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com