ગત ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે શ્રી વિજયભાઈએ પ્રથમ વખત રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે ટીમ મિલન કોઠારી દ્વારા ખાસ’ મુંબઈથી નાસિક ઢોલ’ ની ટીમને રાજકોટ બોલાવવામાં આવી હતી અને આ ઢોલના અવાજથી શહેર ગાજી ઉઠ્યું હતું.એટલું જ નહીં હરીફ ઉમેદવારનો પરાજય પણ નિશ્ચિત થઈ ગયો હતો. આ વખતે આ ઈતિહાસ ફરીથી દોહરાવવામાં આવશે અને જ્યારે માનનીય વિજયભાઈ ઉમેદવારી નોંધાવે તે પૂર્વે બહુમાળી ભવન ચોકમાં નાસિક ઢોલ ધમાલ મચાવી હતી. નાસિક ઢોલ મુંબઈનું પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે અને વિવિધ પ્રસંગોને તેઓ જીવંત કરી બતાવે છે.તેમને જોવા અને સાંભળવા એક લ્હાવો છે.ખાસ કરીને મહારાષ્ટ્રના ગણેશ મહોત્સવમાં તેમનું પર્ફોર્મન્સ અદભુત હોય છે.રાજકોટમાં તેઓ ૫૦ જેટલા ઢોલ, ત્રાંસા, ઝાલર,અને ઘંટ દ્વારા એક અનોખો માહોલ ઉભો કરશે.ટીમ મિલન કોઠારીનાં આમંત્રણથી રાજકોટ આવેલા ઢોલબાજો વિજયભાઈ ઉપરાંત ભાજપના અન્ય ઉમેદવારોના ભવ્ય વિજયનો પાયો નાખશે.
Trending
- Kawasaki એ લોન્ચ કરી તેની ન્યુ Kawasaki KLX 230 જાણો કિંમત અને ફીચર્સ…
- મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ 160c.c થી સજ્જ Honda SP160…
- આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક: આચાર્ય દેવવ્રત
- મૂલ્ય આધારિત શિક્ષણ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું બની રહેશે- ડો.કુબેર ડીંડોર
- Surat: વડોદ ગામ બાપુનગર પાસે થયેલ યુવકની હ*ત્યાનો આરોપી ઝડપાયો
- ભરૂચ: શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતી હસ્તે મોબાઈલ મેમોગ્રાફી યુનિટને લીલીઝંડી
- Year End2024:ભારતમાં લોન્ચ થયેલી ઈલેક્ટ્રિક કાર…