ગુજરાત-મહારાષ્ટ્રમાં સાર્વત્રિક પડી ચૂકયો છે. હજુ આવશેના વર્તારા ઉભા છે. ખુલ્લી ફુટપાથ અને ઝુંપડપટ્ટીઓ સિવાય જેમની પાસે પોતાની જાતને રક્ષવા ઉગારવાનો કોઇ આરોવારો નથી હોતો અને પોતાની દૈહિક આબને બેઆબ થતી બચાવવાના કોઇ બારી બારણા નથી હોતા એવી વ્યથા અનુભવનારાઓ પૈકીની એક ગઇકાલની લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી હોવાની બહુ ઓછા લોકોને જાણ છે!
એશિયાભરમાં સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં આશરો લેતા હજારો આબાલવૃઘ્ધ લોકોને તેણે આગેવાની લીધી હતી અને ઉધાડે છોગે કહ્યું હતું કે, આ મુંબઇ મજદૂરોના બાવડાં ઉપર નર્ભે છે. એમની શોષણખોરી કયાં સુધી કર્યા કરવી છે?
શબાનાએ નારીઓ સ્ત્રીઓને દુર્દશા સામે પણ અવાજ ઉઠાવ્યો હતો અને ગરીબડી અર્ધનગ્નથી માંડીને નીચલા મઘ્યમ વર્ગની મહિલાઓના ઉત્કર્ષના હેતુ અર્થે જયાં જયાં જરુર પડી ત્યાં બધે જ ક્રાંતિ ભીનું નેતૃત્વ કર્યુ હતું.
આજે શબાના સાંભરે છે.
એનો મિજાજ સામ્યવાદી રંગે રંગાયેલો હતો.
શબાના સાથે કેટલાક વર્ષો પહેલા થયેલા વાર્તાલાપનો કેટલોક ભાગ આજની પરિસ્થિતિમાં પણ એટલો જ મહત્વનો છે.
બહુ ગોરી નહિ ને બહુ શ્યામ નહિ એવી શબાના હજુ ચાર દસકાના આરે પહોંચી નથી, એની ઉંમર પૂરા ૩પ વર્ષની છે. છતાંય જાણે પચ્ચીસ વર્ષની નાનકડી તેજસ્વી અને નીડર નારીની સામેથી મારી આંખ હટતી ન હતી એટલી એની સામે હું જોતી હતી? એવું તો ન હતું. તો શું એ ઉચ્ચકોટિની કલાકાર હતી તેથી એને નિહાળી રહી હતી? એવું પણ ન હતું તો શું એ સુંદર-સોહામણી હતી એટલે એને જોતી હતી? તો પછી શાને કારણે? એની આંખોમાં એક પ્રકારની ચમક હતી. એના અંગે ગતિશીલતા હતી. ખભા સુધી પથરાયેલા વાળ, પાંથી વગરના ઉભા ઓળેલા વાળ, કપાળે મોટા ચાંદલો, લંબગોળ મુખ, સુંદર દંતાવલિ, બોલવાને ઉત્સુક એવા બે હોઠ બહુ પાતળી નહિ એની સરખી કાયા, તંદુરસ્ત તબિયત જોઇને હું ખુશ થઇ ગઇ, પરંતુ એથી યે વિશેષ આનંદ યો હોય તો એની સાદગી થી
વસંતઋતુને શોભતી કેસરિયા રંગની ભાતીગળ સાડી કાઠીયાવાડી પ્રીન્ટનું મધિના બાય જેવું બ્લાઉઝ કાનમાં હીરાની બે બુટ્ટી, ગળામાં એક પાતળી સોનાની ચેઇન અને એની સાથે રબારણો પહેરે એવો રુપાનો લાંબો હાર, સાડીના રંગ જેવી પ્લાસ્ટીકની બંગડીઓ આ એતી વેશભૂષા આને આ એનો અલંકાર
અન્ય અભિનેત્રીઓ જેવો કોઇ ભપકો નહિ, કોઇ ખોટો દંભ નહિ, રસ્તે જતા પણ લોકો એને જોઇને જરાય વિચારમાં પડી જાય કે શું આવી સાવ, સાદી સીદી નારી એ જ શબાના હશે?
એની સાથે બેઠા કે તરત જ અમે ચર્ચાએ ચડયા, કારણ સમય વહી જતો હતો પળે પળે કિંમતી હતી એનો ઉપયોગ અમારે કરી લેવો હતો.
શબાનાજી, એક અભિનેત્રી હોવા છતાં તમે આ સામાજિક ક્ષેત્રમાં રસ લેતા કયારથી થયા ? અને કેમ થયાં !
શબાનાજી, તમે તો કદાચ જાણતા હશો કે મારા પિતા કૈફી આઝમી એક ક્રાંતિકારી ઉદુ કવિ છે છતાં એ કોમ્યુનિસ્ટ છે. મારી માતા શૌકત આઝમી પણ રંગભૂમીની અભિનેત્રી છે એ પણ કોમ્યુનિસ્ટ છે અને સાથે હું પણ તેઓ સમાજના આ જે ભેદભાવ જોતા ત્યારે અકળાતાં, પીડાતાં, રીબાતા એ અસર મારી ઉપર પણ પડી. તેઓ સામાજીક કાર્યો કરતા એમની એ ભાવના મારા હ્રદયમાં જાગૃત થવા લાગી. અને મને પણ થયું કે ઇશ્ર્વરની આ દુનિયામાં માણસો માણસો વચ્ચે આ ભેદભાવ શાને? અમીરો એકરન્ડીશન કારમાં ફરે, જયારે ગરીબોને રહેવા ઘર ન મળે અને તે મુંબઇ જેવા શહેરમાં? અધુ મુંબઇ શહેર ગરીબ છે. લોકો મહેનત મજદુરી માટે ગામડેથી આવે. રહેવા ઘર ન મળે એટલે તેઓ
જયાં ત્યાં ઝુંપડા બાંધી બિચારા મૃતપાય જીવન જીવતા હોય ત્યો એ જ ઝુંપડા તોડી પાડવાના? તો તેમને રહેવાનું કયાં? અને જયારે મે જાણ્યું ત્યારે મારું અંતર ઉકળી ઊઠયું અને સંાજે ગાંધીનગર ગઇ અને મેં પણ એ ઝુંપડા તોડવાનો વિરોધ કર્યો, હું ત્યાં પહોંચી ગઇ એટલે આ કામ કરવાનો મને જે મોકો મળ્યો તેનું કારણ મારા માતા-પિતાની છાયા છે. સામાજીક કામ કરવું મને ગમે છે.
તો પછી સ્ત્રી કેળવણી કયા પ્રકારની આપવી?
આજ પણ મા-બાપ પોતાની દીકરીઓને કેળવતાં નથી એ મારી મોટામાં મોટી ફરીયાદ છે. શબાનાજી પોતાની આંગળીના વેઢે કારણો આપણા બોલ્યા અને મા તો સમજતી જ નથી જાણે? એ તો હજુ ય એમ જ શું સમજે છે કે દીકરી બી.એ. કે બી.કોમ. થશે તો એને સારો વર મળશ? એવી બી.એ. ભણેલી કેટલી બહેનોને મારા પતિદેવો મળ્યા? કેટલી સુખી થઇ? કેટલીયે છુટાછેડા લીધા જરા સમજો તો ખરાં,
બોલતા બોલતા શબાના આવેશમાં આવી ગઇ, ઉગ્રતાથી એના શબ્દોમાં તણખા ઝરવા લાગ્યા, શા માટે એ સ્ત્રીઓ સમજતી નથી? શા માટે એ ભણેલી બેનો જરાપણ વિચારતી નથી? દહેજ ના પૈસા ખર્ચી નાખે તો શું ખોટું? હજુય સ્ત્રીઓને ગૌણ માનવામાં આવે છે ને! હું તો સહશિક્ષણમાં પણ માનું છું જાતીય શિક્ષણમીડલ સ્કુલ માઘ્યમિક શાળામાંથી શરુ કરવું જોઇએ. તો જ બેનો જાગૃત થશે.
હું માનું છું કે સીનેમા પણ એક પ્રકારની કેળવણી સંસ્થા છે તો આ માઘ્યમને શરીર દર્શાવતા અભિનર્યો પે્રમના પ્રસંગો ઓછા કરાવી શકે અને સમાજનું સત્ય દર્શન આપે તો આજે બળાત્કાર, અત્યાચાર થાય છે તે દુર થાય એક પ્રકારના સાત્વિક સંસ્કાર પડે અને જીવન સુખી થાય તેમ એવું ન કરી શકો?
શબાનાનો મિજાજ ગયો. એકદમ ઉતેજિક થઇ ગઇ. આંખોામાંથી જાણે અંગારા ખરવા લાગ્યા ચાનો પ્યાલો ઝટપટ નીચે મૂકી અકકડ થઇ એ બોલી હું કદી એવા ચિત્રોમાં કામ કરતી નથી. અને એવા ફિલ્મ નિર્દેશકોને તો ઘણીયે વાર ના પાડુ છું કે હલકી મનોવૃતિઓને ઉત્તેજિત કરે એવી ફિલ્મો સમાજ સમક્ષ ન જ મૂકવી જોઇએ. પરંતુ તેઓનું જયાં લક્ષ્ય જ જુદું છે. ત્યાં આપણે શું કરી શકીએ. મારી એવી તીવ્ર ઇચ્છા છે કે દરેક માનવીને જીવન જીવવાનો હકક મળવો જોઇએ. અને મોટે ભાગે સ્ત્રીઓને એનું જીવત દર્શન મળે એવી ફીલ્મો રચાય એ મને ગમે પરંતુ એ દિવસ પણ એવો જરુર આવશે કે જે દિવસે આવી ગૃહજીવનની સમસ્યાઓને સુંદર, સ્પષ્ટ રીતે આકાર આપવામાં આવશે.
શબાનાની આ સચોટ સ્પષ્ટ અને હ્રદય સોસરી નીકળી જાય એવી વાણી સાંભળીને અમને તો ખુબ જ આનંદ થયો. આનંદ એ માટે થયો કે એમ અભિનેત્રીના જીવતાં જાંગતા જીવનને સમાજ જે નીચે નીચી નજરે તિરસ્કારથી ધૃણાથી જોવ છું અને અભિનેત્રીઓ એક કલાકા તરીકે એ સમાજ સુધારક અને વિચારક તરીકે કેટલું અને કેવું કઠીન કામ કરી રહી છે.
શબાના સાથે આ મુલકાત આટલા વર્ષો પછી પણ જીવંત છે અને ગરીબો તથા સ્ત્રી સમાજ માટે સંજીવની સમી છે.
અગ્રલેખમાં કોઇ વિશેષ વ્યકિતની મુલાકાત જેમની તેમ રજુ કરીને એની સમીક્ષા તથા ઉપકારકતાન પેશ કરીને એમ કહેવું જ પડે છે કે, આજના ભદ્રસમાજમાં પણ સ્ત્રીઓને લગતી સમસ્યાઓ જેમની તેમ રહી હોવાનો ખ્યાલ ઉપસે છે આપણા સમાજને અને દેશને ઓછામાં ઓછી બે પાંચ શબાનાઓની જરુર છે.