માયાવીનગરી મુંબઈનું જીવન અનેક !!
ટોચના ૧૪ શહેરો પર વિશ્ર્લેષકોનો સર્વે: મહિલાઓ પર અત્યાચારના સૌથી વધુ બનાવો જયપુરમાં
દેશની આર્થિક રાજધાની અને માયાવીનગરી તરીકે ઓળખાતા એવા મુંબઇ શહેરનું જીવન અનેરું છે, ભારતના પ્રવેશ દ્વાર ગણાતા મુંબઇ શહેરમાં હરકોઇ સ્થાયી થવા ઇચ્છે છે. એમાંપણ મોડલ બનવા માંગતા લોકો માટે મુંબઇનગરી એક સ્વપ્ન સમાન છે. માત્ર આ સ્વપ્નમાં જ નહિ પણ રીઅલ લાઇફમાં પણ મુંબઇનગરી એક રોમાંચક સફર કરાવનારી છે. જે તાજેતરમાં આઇઆઇટી, બોમ્બેના સંશોધકો દ્વારા કરાયેલા એક સર્વેમાં યથાર્થ કર્યુ છે. આ સર્વે પરથી ફલિત થયું છે કે, મુંબઇની લાઇફ બેસ્ટ છે. તો સ્ત્રીઓ માટે ચેન્નઇ સર્વશ્રેષ્ઠ છે. આ જ કારણસર સાઉથની ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓનો દબદબો બોલીવુડમાં પણ જોવા મળે છે.આઇઆઇટી બોમ્બે દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં શહેરી વિસ્તારોનો વિકાસ, ત્યાંની રહેણીકરણી, જીવન સુચકઆંક, લોકોની આવક તેમજ ખાસ મુંબઇમાં વસવાનો લોકોના અનુભવનો સમાવેશ કરાયો છે. આ બધા પરિબળોના આધારે મુંબઇ શહેરને લાઇફ સ્ટાઇલ માટે સર્વશ્રેષ્ઠ શહેર ઘોષિત કરાયું છે. જયારે સ્ત્રીઓને માટે ચેન્નઇ શહેર બેસ્ટ મનાયું છે. તો પટના શહેર આ યાદીમાં સૌથી નીચલા સ્તરે છે.
ભારતના ટોચના કુલ ૧૪ શહેરો પર સર્વે કરાયો હતો. જેમાં મુંબઇ બાદ બીજા ક્રમે દિલ્હી, ત્રીજા ક્રમે કોલકતા તો ચોથા ક્રમે ચેન્નઇ આવ્યું છે. આ સર્વેમાં જાતિય પ્રમાણ અને લાઇફ સ્ટાઇલનો વધુ મહત્વ અપાયું છે. જો આ પરિબળોને ઓછા ઘ્યાનમાં લેવાયા હોત, તો દિલ્હી પ્રથમ ક્રમે આવેલ ત્યારબાદ જયપુર અને ઇન્દોરનો ક્રમ આવેલ, એલ્સેવીયર જનરલ ‘ટ્રાન્સપોર્ટ પોલિસી’માં કહેવાયું છે કે, મહિલાઓના અનુભવને આધારે દરેક શહેર એક અનોખી વિશેષતા ધરાવે છે. તેમનો અલગ અલગ શહેરો સાથેનો અનુભ પણ અલગ અલગ છે. અને ટકાઉ શહેરી વિકાસ માટે મહિલાઓના આ અનુભવ અને મંતવ્યને આવરવા ખુબ જરુરી છે. મહિલાઓ સાથે થતાં અત્યાચાર સૌથી વધુ જયપુરમાં થાય છે. જયારે સૌથી ઓછો રેટ ચેન્નઇમાં છે. જયપુરમાં મહિલાઓ પર અત્યાચાર વધુ પ્રમાણ પાછળનું કારણ ત્યાંના સ્ત્રી-પુષનું જાતિય પ્રમાણનો રેશિયો વધુ છે અને જુની વિચારધારાઓના પરિણામે સ્ત્રીઓની સ્વતંત્રતા પર રોક છે. જયારે શહેરી સાક્ષરતાની વાત કરીએ, તો સૌથી વધુ શહેરી સાક્ષરતા પુર્ણેમાં ૯૧ ટકા છે તો હૈદરાબાદમાં ૮૩ ટકા કે જે ઓછી છે.