ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પૂ. જશ-ઝવેર પરિવારના શાસનચંદ્રિકા બા.બ્ર.પુ. હીરાબાઇ મ.ના સુશિષ્યા તપસ્વી પૂ. ભારતીબાઇ મ.પ્રવચન પ્રભાવિકા ડો. પૂ. સોનલબાઇ મ.સૌરાષ્ટ્રના પરા સમાન મુંબઇ ઘાટકોપર રી હિંગવાલા સ્થા. જૈન સંઘમાં ચૈત્ર માસની શાશ્ર્વતી નવપદજીની આયંબિલ ઓળીની આરાધના કરવા અર્થે બિરાજમાન છે.
તેઓની વાણી અને વ્યકિતત્વના પ્રભાવથી પ્રેરાઇને અનેક ભાીવક ભકતો તપમાં જોડાઇ ગયા છે ર૦૦ આખી ઓળીની આરાધના થશે. જયારે દરરોજ ૩પ૦ થી વધુ આયંબિલ થાય ે અને જ્ઞાન દર્શન ચારીત્ર તપની આરાધના થી ઉજવાઇ રહેલ છે. પૂ. મહાસતીજીના શ્રીમુખે થી અસ્ખલીત વ્હેતી પરમાત્માની જિનવાણી સાંભળવા વિશાળ સંખ્યામાં જીજ્ઞાસુ શ્રાવકો લાભ લઇ રહ્યા છે.
સોનાના સુગંધ ભળે તેમ પૂ. સાઘ્વી રત્ના ભારતીબાઇ મ. ના દર્શનાર્થે અને આશીર્વાદ અને શ્રી સંઘની શુભેચ્છા લેવા માટે ભાજપના ઉમેદવાર મનોજભાઇ કોટક ઉ૫ાશ્રયે પધારતા હર્ષનું મોજું છવાઇ ગયેલ હતુ. તેઓની સાથે સહકાર્યકરો અને ઇશાન મુંબઇના જાણીતા વગદાર નેતાઓ સાંસદ સભ્ય કીરીટભાઇ સોમૈયા મહારાષ્ટ્ર સરકારના કેબીનેટ મીનીસ્ટર પ્રકાશ મહેતા ઘાટકોપર ના લોખંડી પુરુષ પ્રવીણ છેડા ગુરુભકત અને વર્તમાન કોર્પોરેટર પરાગ શાહ, નીલ સામૈયા, બિંદુબેન ત્રિવેદી, ફાલ્ગુનીબેન દવે વિગેરે પધારેલ હતા.