ક્રિસમસનો દિવસ હોય અને નાના-મોટા દરેકને કંઈક ભેટ મળતી હોય છે. ત્યારે રેલવે દ્વારા પણ મુંબઈવાસીઓને ભેટ આપવામાં આવી છે અને તે પણ 19 મહિના જૂની. ખાસ કરીને તે લોકોને જેઓ લોકલ ટ્રેનમાં સફર કરે છે. મુંબઈમાં સોમવારથી એસી લોકલ ટ્રેન શરૂ થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી વિનોદ તાવડેએ બોરીવલી સ્ટેશનથી લીલી ઝંડી દેખાડી મુંબઈની પ્રથમ એસી લોકલ ટ્રેનને શરૂ કરી હતી. આ એસી લોકલ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ જ દોડશે. જો કે એસી ટ્રેનમાં સફર કરવા માટે યાત્રિકોએ સામાન્યથી વધારે ભાડું ચુકવવું પડશે.
મુંબઈ કરોને મળી ક્રિસમસ ભેટ, આજથી શરુ થઇ AC લોકલ ટ્રેન
Previous Articleબજેટ હશે લોકોપયોગી: એસટી, એસસી માટે પ્રોત્સાહનોની વણઝાર
Next Article પરિવારે ૨૫૧ પારેવડીનું કર્યું જાજરમાન દાન