ફેશન ફિયેસ્ટા મુંબઈ દ્વારા બે દિવસના પ્રદર્શનનું આયોજન: ૪૦થી વધારે સ્ટોલમાં ડીઝાઈન સારીઝ, જયપુરી અને લખનવી વસ્ત્રો, કુર્તી, જવેલરી, ફૂટવેર સહિતની ચીજ વસ્તુઓનો ખજાનો
રાજકોટ હવે ફેશન દુનિયાનું પણ હબ બનતું જાય છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી અનેક એકિસબિશન થતા આવ્યા છે. પરંતુ આવતીકાલથી રાજકોટમાં બે દિવસ માટે પ્રખ્યાત ઈમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે સૌથી અનોખુ ફેશન અને લાઈફ સ્ટાઈલ એકિસબિશન થવા જઈ રહ્યું છે. જેમાં મુંબઈની અને દેશની સાચી અને ઓરિજિનલ ફેશન પહેલી વખત રાજકોટમાં જોવા મળશે ફેન ફિયેસ્ટાનું ઉદઘાટન કરવા માટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી પણ આવી રહ્યા છે. ઉદઘાટન પ્રસંગે રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય અને ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહેશે.
ફેશન ફિયેષ્ટાના આયોજક કલ્પા રાજીવ કારીયા કે જેઓ પ્રથમ વખત આ પ્રદર્શન રાજકોટમા લાવી રહ્યા છે. તેમની સાથે મુંબઈના જ નહિ પણ દેશના ચુનંદા ફેશન એપરલ્સના સ્ટોલ અહી જોવા મળશે જેમાં લેટેસ્ટ ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ ટ્રેન્ડ અને ડ્રેસ ડિઝાઈનર પોતાના શ્રેષ્ઠ કલેકશન સાથે અહી આવ્યા છે.અને રાજકોટનાં ફેશન પ્રિય ગૃહિણીઓ માટે કંઈક નવું અને કંઈક અનોખી ડિઝાઈન પણ લાવ્યા છે.
ફેશન ફિયેસ્ટાના આયોજક કલ્પા રાજીવ કારીયા તેમજ અવધેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્યું હતુ કે રાજકોટ હવે ફેશનેબલ સીટી બનતુ જાય છે. અને હવે દેશ અને દુનિયાની શ્રેષ્ઠ ડિઝાઈન વેર પહેરવાનું અહીની ગૃહિણીઓ પસંદ કરે છે. અને તેમના માટે આ પ્રદર્શનની એક મુલાકાત એમના માટે શોપીંગનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે અહી ૪૦ થી વધારે સ્ટોલ છે. જેમાં ડિઝાઈનર સારીઝ, જયપુરી અને લખનવી વસ્ત્રો કૃતી, વેસ્ટર્ન ઓઉટફીટસ , ચણીયા ચોલી, રિયલ અને ગોલ્ડ ડાયમંડ, જવેલેરી, ફેશન એસેસરીઝ બેગ્સ, ફૂટવેર, ટેરોટ અને ન્યુમરોલીજીસ્ટ સહિતના બેસ્ટ સ્ટોલ અહી પ્રસ્તુત કરાયા છે. અને તેમાં શોપીંગ માટેનો બેસ્ટ ઓપરેશન પણ અવેઈબલ થયો છે.
ફેશન ફિયેષ્ટાના આ પહેલા મુંબઈમાં અનેક એકઝીબીશન સફળતા પૂર્વક થયા છે. અને રાજકોટ ખાતે પહેલી વખત જયારે ફેશન ફિયેસ્ટાનું બે દિવસીય પ્રદર્શન ગુરૂવાર અને શુક્રવાર માટે યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મુલાકાત લેવા માટે રાજકોટની ફેશન પ્રિય ગૃહિણીઓને આમંત્રીત કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com