વાનખેડે નજીક જ દરિયો હોવાથી સાંજના 3 થી 7 દરમિયાન બોલ વધુ સ્વિંગ થતો હોઇ છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. આ રોમાંચક મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. મેચ લો સ્કોરિંગ હોવાથી બંને ટીમોની વિકેટ ફટાફટ પડવા લાગી હતી. ભારતના કેપ્ટન પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને વિરોધી ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.
મહત્વની વાત એ છે કે પ્રથમ વન-ડે લો સ્કોરિંગ જોવા મળ્યો હતો કારણ કે વાનખેડે નજીક જ દરિયો હોવાના કારણે બપોરના સમયે બોલ વધુ સ્વિંગ થતો હોય છે અને હવામાનની અસર મેચ ઉપર પણ જોવા મળે છે. વાસ્તવિકતા એ જ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે 29 ઓવર પછી જે વિકેટો પડી તેની પાછળ દરિયાઈ પવન કારણભૂત હતો.
બીજી તરફ ભારત જે સમયે બેટિંગ કરવા અને લક્ષ્યાંકનો પીછો કરવા ઉતર્યું એ સમયે પણ ભારતની ચાર વિકેટ ટપો ટપ પડી ગઈ હતી અને જે વિકેટો પડી તેમાં બોલ ખરા અર્થમાં સ્વિંગ થયો હતો. પરંતુ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ની સાથે હાર્દિક પંડ્યા જે રીતે વિકેટ ઉપર સમય વિતાવ્યો તે બાદ ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટ એ મત આપી સિરીઝમાં બઢત પણ હાંસલ કરી છે.
વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ બોપર સમયમાં રમાયો હોય તો ત્રણ થી સાત નો સમય એટલો વિકટ છે કે તે ગાળામાં બોલ દરિયાઈ પવનના કારણે વધુ સ્વિંગ થતો હોય છે જેથી ફાસ્ટ બોલર અને તેનો ઘણો લાભ મળે છે અને બેટ્સમેનો માટે તે સમય વિકેટ ઉપર વિતાવો ખૂબ જ કપરો સાબિત થતો હોય છે જે સ્થિતિ ગઈકાલના ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચમાં પણ જોવા મળી હતી.