આ કાળમાં પ્રભુ નથી ત્યારે પ્રભુનો સંઘ જ પ્રભુ સ્વરૂપ હોય છે, ધર્મક્ષેત્રમાં જવાનો રસ્તો બંધ થયો તો ઘર ઘરમાં ધર્મક્ષેત્ર ખૂલી ગયા: રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.

એકતાનો પરિચય આપતા ૨૦૨૦ વર્ષ અંતર્ગત પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી દેશ વિદેશના ૧૨૫થી પણ વધારે સંઘો અને લાખો ભાવિકોએ મળીને રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.ના સાંનિધ્યે ઓનલાઈન પર્યુષણમાં જોડાઈને અમે જેન એક જૈનનો નાદ ગુંજવતા અત્યંત ઉલ્લાસહ, આનંદ અને તપ ત્યાગના ભાવો સાથે ઉજવવામાં આવ્યો જેનો ઉપકાર ભાવ વ્યકત કરતા શ્રી સંઘ ઉપકાર કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

આ કાળમાં પ્રભુ નથી ત્યારે પ્રભુનો શ્રી સંઘ જ પ્રભુ સ્વરૂપ હોય છે. મહાવીરનો સંતાન કયારે મુંઝાતો નથી એ મુશ્કેલીઓમાંથી પણ માર્ગ કાઢે જ છે. યુધ્ધ વખતે જેમ યોધ્ધાઓ તૈયાર થાય છે. એમ આ સમયે પણ બધા જિનશાસનના યોધ્ધાઓ ભેગા થઈ મહાતાકાત બની જાય છે. મારા સંઘનું એક પણ સભ્ય મુંઝાય નહી કે મુરજાય નહી એ ધ્યાન રાખવું દરકે સંઘની ફરજ છે. જે સમયે જે કરવું ઘટે એને વિવેક કહે છે. પ્રભુના આદેશની પાલના કરવી તે વિનય છે. પરંતુ સરકારના આદેશની પાલના કરવી તે વિવેક છે.

વિશેષમાં આ અવસરે મ.સા.એ આપેલી કોરોના ગ્રસિત સાધર્મિક સહાય યોજનાની પ્રેરણાને ઝીલીને સાયનના દાનવીર ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠે રૂા.૫ કરોડનું માતબર અનુદાન જાહેર કર્યું હતુ આ યોજના અંતર્ગત સમગ્ર ભારતનાં ૧૨૫ શ્રી સંઘોના કોઈ ભાવિક પરિવારના આધારભૂત સદસ્યનું (જે સદસ્યની આવકથી આખા પરિવારના જીવન નિર્વાહ થતો હોય) જો કોરોના મહામારીના આકસ્મિક અવસાન થઈ જાય તો તેના પરિવારને ૧.૨૫ લાખ રૂા.નો ચેક આપવામા આવશે. આ પ્રમાણે આ અવસરે અનેક સંઘોની ઉપકાર અભિવ્યકિત સાથે ભવિષ્યની અનેક યોજનાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.