નવી મુંબઇમાં અદાણી એરપોર્ટસ હસ્તક ટર્મિનલ-1ની જોશભેર ચાલી રહેલી કામગીરી

ભારતના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર તરીકે અદાણી એરપોર્ટ તેના સંચાલન હસ્તકના એરપોર્ટસના નેટવર્ક મારફત પ્રવાસી જનતાને શ્રેષ્ઠ સફરની સુવિધા પુરી પાડી રહી છે. આ સુવિધાઓમાં સતત ઉમેરો કરવાના હેતુથી વિશ્વકક્ષાએ બરોબરી કરી શકે તેવું  સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અદ્યતન ડિજિટલ ટેક્નોલોજી અપનાવીને એરપોર્ટસને નવા રંગ રુપથી સજાવી રહી છે.

અદાણી સમૂહે ગયા ઓગષ્ટ માસમાં આ પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારથી તે મુંબઈના લાખો નાગરિકોના સ્વપ્ન અને તેઓની પરિકલ્પના મુજબના એરપોર્ટને પૂર્ણ કરવાનો પ્રયાસ છે. ડિસેમ્બર 2024ની શરૂઆતમાં ભારતની આર્થિક  રાજધાનીમાં તેનું બીજું એરપોર્ટ અસ્તિત્વમાં આવશે. અદાણી સમૂહ 2032 સુધીમાં વાર્ષિક નવ કરોડ પ્રવાસીઓ અને 25 લાખ ટન કાર્ગોની ભાવિ ક્ષમતાને પહોંચી વળવા માટે તબક્કાવાર એરપોર્ટનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે. મુંબઈના લોકોને આપેલા વચનને પૂર્ણ કરવા માટે અદાણી સમૂહની પ્રતિબદ્ધતા મુંબઇગરાઓના સપનાનું એરપોર્ટ બનાવે છે.

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ ભારત જ નહી પરંતુ વિદેશોના એરપોર્ટ્સ સાથે બરોબરીમાં ઉભું રહી શકે તે માટે વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની નેમ સાથે અદાણી ગ્રૂપની સ્થિતિસ્થાપકતા, દ્રઢતા અને અવરોધોને દૂર કરવાના અવિરત પ્રયાસનું પ્રમાણ બની રહેશે. મુસાફર જનતાને કેન્દ્રમાં રાખી એક આર્થિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપતા એરપોર્ટ્સનું નિર્માણ આવનારા વર્ષોમાં કેન્દ્રીય ભૂમિકામાં હશે તે ધ્યાને લેતા નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ લોકોનું અને લોકો માટેનું એરપોર્ટ બની રહીને તેના દ્વારા ઉપલબ્ધ બનાવાતી સેવા આપતા અને મેળવતા વાઇબ્રન્ટ સમુદાય વચ્ચેની મજબૂત કડીનું પ્રતિનિધિત્વ કરે છે.

સ્થળ અને પ્રવાસી નાગરીકો સાથેના નાતાની દ્રષ્ટીએ એરપોર્ટ પૂણેની બહારથી 2 કલાકના મોટરેબલ, થાણે અને મુંબઈથી 1 કલાકના અંતરે અને અલીબાગથી દોઢ કલાકના અંતરે આવેલું છે. આ એરપોર્ટ અનેક મહત્વપૂર્ણ કેચમેન્ટ વિસ્તારો અને વસ્તીને જોડે છે. ડિસેમ્બર સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર ખઝઇંક બ્રિજ શરુ થતાં દક્ષિણ મુંબઈથી માત્ર 22 મિનિટમાં એરપોર્ટ પહોંચવાનું શક્ય બનાવશે.

મહત્તમ ઓપરેશનલ કાર્યક્ષમતા, ભવિષ્યમાં વધુને વધુ સરળ બની રહે તેવી ટેક્નોલોજી પુરી પાડવાના સર્વગ્રાહી અભિગમ સાથે ટર્મિનલ 1ની ડિઝાઇન કરવામાં આવી છે જેથી મુસાફરોનું આવાગમન  પ્રસન્ન અનુભવ સાથે સમૃદ્ધ બનાવી શકાય. મુસાફરો માટે  સેલ્ફ ચેક-ઇન અને બેગ ડ્રોપ, ઓટોમેટેડ ટ્રે રિટ્રાઇવલ સાથે સુરક્ષા સ્ક્રીનીંગ લેન, ચહેરાની ઓળખ માટે ઇ-ગેટ્સ અને અન્ય ટચલેસ ઉકેલો સાથે મલ્ટિલેવલ ટર્મિનલ 1 આધુનિક પેસેન્જર સુવિધાઓ ધરાવે છે. ટર્મિનલમાંથી પસાર થતા પ્રવાસીઓનો પ્રવાહ સરળ, કાર્યક્ષમ અને ઓછામાં ઓછા વોકિંગ ડિસ્ટન્સ સાથે સાહજિક બનાવવાનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ઓછી શારીરિક ક્ષમતા ધરાવતા પ્રવાસીઓ માટે તેનો ઉપયોગ સરળ બની રહે અને તેમની વિશેષ જરૂરિયાતો પૂરી પાડી શકાય તેવી ખેવના રાખીને ટર્મિનલ 1ની ડિઝાઇન કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.