ગ્લોબલ વોમિંગના કારણે વધતી જતી દરિયાઇ સપાટીની સમસ્યા ધારણા કરતા ત્રણ ગણી વિકરાળ હોવાનો અમેરિકાની સંસ્થાનો સંશોધન અહેવાલ
વિશ્વભરમાં સતત વધતા જતાં પ્રદુષણના સ્તરના કારણે ગ્લોબલ વોમિંગની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે. ગ્લોબલ વોમિંગના કારણે વધતી જતી ગરમીથી મોટાભાગના દેશોમાં આવેલા ગ્લેશિયરો પીગળી રહ્યા છે. જેથી દરિયાની પાણીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સમસ્યા અંગે જે ધારણા ભુસ્તર વૈજ્ઞાનીકો સેવી રહ્યા છે તેના કરતાં પણ ત્રણ ગણી વિકરાળ હોવાનો ખુલાસો એક સંશોધન અહેવાલમાં થવા પામ્યો છે. આ અહેવાલ મુજબ દરિયાની સપાટીમાં સતત થઇ રહેલા વધારાથી આગામી ત્રણ દાયકા એટલે કે વર્ષ ૨૦૫૦દ સુધીમાં મુંબઇ સહીતના વિશ્વના અનેક દરિયા કાંઠાના શહેરો દરિયામાં ગરક થઇ જશે.અમરેલીના ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રસિઘ્ધ થયેલા આ સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વભરના દેશોમાં દરિયાકાંઠે રહેતા ૧પ૦ મીલીયન નાગરીકો માટે આગામી ત્રણ દાયકાનો સમય પડકારરુપ હશે. ગ્લોબલ વોમિંગના કારણે દરિયાની સપાટી સતત વધી રહી છે. જે અંગે ભુસ્તર વૈજ્ઞાનિકો જે ધારણા સેવી રહ્યા છે. તેના કરતા આ સમસ્યા ત્રણ ગણી વિકરાળ છે. આ માટે સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ચિત્રોનો અહેવાલ પણ સર્મથનમાં રજુ કર્યો છે. આ સેટેલાઇટ ચિત્રોમાં સમયાંતરે દરિયા કાંઠાના વિસ્તારમાં જઇ રહેલા ફેરફારો અને તેના આધારે આગામી વર્ષ ૨૦૫૦ સુધીમાં થનારા ફેરફારોની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
અમેરિકાના ન્યુજર્સીની હવામાન વિજ્ઞાન સંસ્થા કલાઇમોર સેન્ટ્રલ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં જણાવાયું છે. કે આગામી ત્રણ દાયકામાં વધતી જતી દરિયાઇ સપાટીના કારણે સૌથી વધુ જોખમ દક્ષિણ વિયેટનામ પર છે. વિયેટનામની એક તૃતિર્યાસ વસ્તી જયાં વસે છે તેવું તેનું આર્થિક કેન્દ્ર દો કસી ચીન્હ શહેર વર્ષ ૨૦૫૦ સુધીમાં સંપૂર્ણપણે દરિયામાં ગરક થઇ જશે. ભારતના આર્થિક કેન્દ્ર મુંબઇને શહેર પર પણ આ અહેવાલમાં ભારે જોખમકારક ગણાવવામાં આવ્યું છે. ભુતકાળમાં અનેક ટાપુઓમાં વહેચાયેલા મુંબઇને દરિયા પર ભરતી નાખીને હાલના મુંબઇ શહેરને ટાપુઓમાંથી એક શહેર બનાવવામાં આવ્યું છે.
આવું મુંબઇ શહુેર વધતી જતી દરિયાઇ સપાટીના કારણે આગામી ત્રણ દશકામાં એટલે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં મોટાભાગનો વિસ્તાર દરિયામાં ગરક થઇ જશે દરિયામાં ગરક થઇ જવાના કારણે મુંબઇ શહેર ફરીથી અનેક ટાપુઓમાં વહેચાઇ જશે. ચીનના આર્થિક સત્તાના કેન્દ્ર શાંધાઇનો પણ આ વધતી જતી દરિયાઇ સપાટીના કાણે અનેક વિસ્તાર દરિયામાં ગરક થઇ જશે તેમ આ અહેવાલમાં જણાવાયું છે પરંપુ વધતી જતી દરિયાઇ સપાટીની સૌથી વધુ નુકશાન વિયેટનામને થશે તેમ જણાવાયું છે. અગાઉ ના સંશોધનોમાં વિયેટનામનો ૧ ટકા વસ્તી આનાથી પ્રભાવિત થવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. પરંતુ આ અહેવાલમાં વિયેટનામની ૧૦ ટકા વસ્તી આ સમસ્યાથી પ્રભાવિત થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત ઇરાન, પાકિસ્તાન દરિયા કાંઠાના અનેક શહેરો પણ વધતી દરિયા સપાટીમાં ગરક થઇ જશે તેમ આ અહેવાલમાં જણાવાયું છે.