મુંબઈના અંધેરી વિસ્તારમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં એક રોડ ઓવરબ્રિજનો સ્લેબ પડી ગયો છે. આ બ્રિજનું નામ ગોખલે બ્રિજ છે. 4 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ બ્રિજ અંધેરી રેલવે સ્ટેશન પાસે છે. તેના કારણે અંધેરીથી વિરાર જતી ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. સવારે અંદાજે 7.30 વાગે આ બ્રિજ પડ્યો હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફની ટીમે કાટમાળમાં ફસાયેલા બે લોકોનુ રેસ્ક્યૂ કર્યું છે.
Part of Road Over Bridge collapse in Andheri: Two people injured in the accident. National Disaster Response Force (NDRF) team has also reached the spot. Rescue operation is underway. #Mumbai pic.twitter.com/W9m5D1RruX
— ANI (@ANI) July 3, 2018
ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ અનુસાર આ બ્રિજ અંધેરી ઈસ્ટને અંધેરી વેસ્ટ સાથે જોડે છે. અહીં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફૂટઓવર બ્રિજનો કાટમાળ પડવાના કારણે રેલવે ટ્રેકને અસર થઈ છે. અંધેરીથી વિલે પાર્લે જતી દરેક 4 લાઈન બંધ કરી દેવામાં આવી છે.
Part of Road Over Bridge collapses in Andheri: Two people injured in the incident. National Disaster Response Force (NDRF) team has also reached the spot. pic.twitter.com/j3kRVyzEmF
— ANI (@ANI) July 3, 2018
શહેરના ઘણાં વિસ્તારોમાં સોમવાર સાંજથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અંધેરી, હિંદમાતા, કોલાબા અને સાંતાક્રૂઝમાં પાણી ભરાઈ જતાં જનજીવન ઉપર તેની અસર થઈ છે.