રાજકોટ-મુંબઇ વચ્ચે સવારના સમયે ચાલતી એર ઇન્ડીયાની હવાઇ સેવા થોડા સમય પહેલા બંધ થયેલ હોય મુંબઇ- રાજકોટ – મુંબઇ વચ્ચેના વચ્ચેના ટ્રાવેલીંગ કરતા વેપાર ઉઘોગના પ્રતિનિધિઓને એક જ દિવસમાં મુંબઇ કે રાજકોટ ટ્રાવેલીંગ કરી પોતાના કાર્ય પૂર્ણ કરવાની સગવડ બંધ થઇ ગયેલ છે. આ સેવા બંધ થતા રાજકોટના ઉઘોગકારોને પોતાના વેપારમાં અડચણ ઉભી થયેલ છે. આ અંગે આ હવાઇ સેવા સવારના જે તે સમયે ફરી શરુ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એર ઇન્ડીયાના જનરલ મેનેજર તથા કેન્દ્ર સરકારના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સીંધયા તેમજ ડાયરેકટર જનરલ સીવીલ એવીએશન સમક્ષ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી છે.
રાજકોટના લોકસભ્ય મોહનભાઇ કુંડારીયા તથા સંસદ સભ્ય રામભાઇ મોકરીયા સમક્ષ પણ રજુઆત કરી નાગરીક ઉડ્ડયન મંત્રી સમક્ષ ભારપૂર્વક ભલામણ કરી આ હવાઇ સેવા શરુ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશીએ માંગ કરી છે.