ઈલેક્ટ્રીકલ સર્કિટ સાથે જોડાયેલ છ જિલેટીન સ્ટિકના બે સેટ અને એક ઘડિયાળ મળતા તપાસનો ધમધમાટ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-ગોવા હાઈવે પર એક પુલ નીચેથી વિસ્ફોટક જેવી સામગ્રી મળી આવી હતી. આ મામલાની માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈલેક્ટ્રીકલ સર્કિટ સાથે જોડાયેલ છ જિલેટીન સ્ટિકના બે ગુચ્છા અને એક ઘડિયાળ ભોગવતી નદી પરના પુલ નીચેથી મળી આવી છે.
આ દરમિયાન મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે સાધનસામગ્રીને જોતા તે વિસ્ફોટક સામગ્રી હોવાનું જણાય છે, પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. રાયગઢ પોલીસ, રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી અને નવી મુંબઈથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.