- દિલ્હી કેપિટલ્સ સામે ડેબ્યૂ મેચમાં સંજીવન સજનાએ ક્રિઝની બહાર આવીને સિક્સર ફટકારી હતી.
- WPL 2024 ની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી.
Cricket News: WPL 2024 ની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. તેમાં સંજીવન સજનાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક બોલમાં સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સને જ્યારે જીતવા માટે 1 બોલમાં 5 રનની જરૂર હતી ત્યારે દિલ્હી કેપિટલ્સ સામે ડેબ્યૂ મેચમાં સંજીવન સજનાએ ક્રિઝની બહાર આવીને સિક્સર ફટકારી હતી.
સંજીવન સજનાનું સંઘર્ષમય જીવન
4 જાન્યુઆરી 1995ના રોજ મનંથાવાડી, વાયનાડ, કેરળમાં જન્મેલા સંજીવન સજનાનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેણે પોતાના ક્રિકેટ સફરમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. તેના પિતા રિક્ષાચાલક હતા. સજના 18 વર્ષની હતી ત્યાં સુધી પ્લાસ્ટિકના બોલ અને નારિયેળના બેટથી પ્રેક્ટિસ કરતી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે તેને પોતાનું બેટ ગિફ્ટ કર્યું હતું. કેરળના પૂરમાં તેમનું આખું ઘર લગભગ ધોવાઈ ગયું હતું. પરંતુ, તેમ છતાં તેણે હાર ન માની અને ફરીથી ક્રિકેટ રમી.
કારકિર્દી
સજના એક ઓલરાઉન્ડર છે અને તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યુ કરતા પહેલા કેરળ, સાઉથ ડિવિઝન અને ઈન્ડિયા A માટે રમી છે. ભારત અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી મિન્નુ મણિ પછી, કુરિચિયા જનજાતિની સજના WPLમાં પ્રવેશનાર બીજી ક્રિકેટર છે. 10 લાખની મૂળ કિંમત સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશેલી આ ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સે WPL 2024ની હરાજીમાં 15 લાખ રૂપિયામાં ખરીદી હતી.