રોહિત શર્માએ ટી-૨૦માં પુરા કર્યા ૮ હજાર રન: અમિત મિશ્રાએ લીધી ૧૫૦મી વિકેટ

ઈન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૧૯ની ૩૪મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી ૧૬૮ રન નોંધાવ્યા હતા. મુંબઈ માટે ઓપનર રોહિત શર્મા અને કવીન્ટન ડીકોકે શાનદાર શરૂઆત કરતા પ્રથમ વિકેટ માટે ૫૭ રન જોડયા હતા.

રોહિત શર્માએ ૩૦ રન કરતા તેને આઈપીએલમાં ૮૦૦૦ રન પુરા કર્યા હતા. જયારે કવીન્ટન ડીકોકે ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. વાત કરવામાં આવે પંડયા બ્રધર્સની તો કુણાલ પંડયાએ ૨૬ બોલમાં ૩૭ રન કરી અણનમ રહ્યો હતો. જયારે હાર્દિક પંડયા ૧૫ બોલ રમી ૩૨ રન કર્યા હતા. દિલ્હી માટે કગીસો રબાડાએ ૨ વિકેટ જયારે અમિત મિશ્રા અને અક્ષર પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી.

૧૬૯ રનનો પીછો કરતા દિલ્હી કેપીટલ ૨૦ ઓવરના અંતે ૯ વિકેટ ગુમાવી માત્ર ૧૨૮ રન જ કરી શકયું હતું. જેમાં દિલ્હી માટે શિખર ધવને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ૨૨ બોલમાં ૩૫ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ૪૯ રનના સ્કોરે એક પણ વિકેટ ન ગુમાવતા દિલ્હી કેપીટલ નિયમીત અંતરે ખોટા શોર્ટ રમી વિકેટ ફેકતા રહ્યાં હતા. તેના સીવાય અક્ષર પટેલ ૨૬ રન અને પૃથ્વી શોએ ૨૦ રન કર્યા હતા. નોંધ લેવા જેવી વાત એ છે કે, આક્રમક બેટીંગ માટે જાણીતા પૃથ્વી શો ૨૦ રન કરવા ૨૪ બોલનો સહારો લીધો હતો. મુંબઈ માટે રાહુલ ચહરે ૩ વિકેટ, જસ્પ્રીત બુમરાહ ૨ જયારે લસીથ મલીંગા અને હાર્દિક પંડયાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાને વર્લ્ડકપ માટે ૧૫ ખેલાડીઓના નામ જાહેર કર્યા: મોહમદ આમીરને મુકાયો પડતો

૩૦મી મેથી શરૂ થનાર ક્રિકેટ વિશ્વકપ માટે તમામ ટીમો દ્વારા તેમના ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં પાકિસ્તાનને પણ તેના ૧૫ ખેલાડીઓની યાદી બહાર પાડી છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, પાકિસ્તાનના પેસ બોલર મોહમદ આમીરને પડતો મુકવામાં આવ્યો છે. પાકિસ્તાનના ચીફ સીલેકટર ઈન્ઝમામ ઉલ હકે વર્લ્ડકપ માટે ટીમની યાદી બહાર પાડી છે.

સાથે સાથે બે રિઝર્વ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. ૨૦૧૭ની ચેમ્પીયન્સ ટ્રોફીમાં જે ૧૧ ખેલાડીઓ રમ્યા હતા તેને વર્લ્ડકપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે પાકિસ્તાન વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કરશે તેવી આશા સેવાઈ રહી છે. સિલેકટરોના જણાવ્યાનુસાર લેફટઆર્મ પેસ બોલર મોહમદ આમીરે છેલ્લા ૧૪ વન-ડે મેચમાં માત્ર ૫ વિકેટ ઝડપી છે. જેના કારણે મોહમદ આમીરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ત્યારે પાકિસ્તાનની ટીમ વિશે વાત કરવામાં આવે તો શરફરાઝ અહેમદ સુકાની, ફ્કર જમાન, ઈમામ ઉલ હક, આબીદ અલી, બાબર આઝમ, સોયબ મલ્લીક, હરીશ સોહેલ, મોહમદ હાફીઝ, શાદાબ ખાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીમ શાહ આફ્રીદી, ઝુનેદ ખાન અને મોહમદ હસનૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રીઝર્વ ખેલાડી તરીકે આસીફ અલી અને મોહમદ આમીર પર મંજૂરીની મહોર લગાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.