છેલ્લી ઓવરમાં પૂણેને ૧૧ રનની જરૂર હતી: મુંબઈનો નાટયાત્મક વિજય
મુંબઈ ઈન્ડીયન્સે દિલધડક આખર ઓવરના શ્ર્વાસ અધ્ધર કરી દે તેવા આખરી બોલ પર પૂણે સુપર જાયન્ટસને એક રની હરાવીને આઈપીએલ-૧૦ જીતી લીધી હતી.
હાઈ વોલ્ટેજ ફાઈનલની અત્યંત રોમાંચક ફાઈનલમાં પૂણેને જીતવા માટે આખરી ઓવરમાં ૧૧ રનની જ‚ર હતી. જો કે મુંબઈ ઈન્ડીયન્સના મિચેલ જોહન્સને મેજિકલ પર્ફોમન્સ આપતા મનોજ તિવારી અને સ્ટિવ સ્મી જેવા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ પછી પૂણેને જીતવવા આખરી બોલ પર ચાર રન દોડી શકયો હતો અને હાર્દિક પંડયાના ્રો પર તે ત્રીજો રન લેવા જતા રનઆઉટ ઈ ગયો હતો. આમ મુંબઈ એક રની વિજેતા બન્યું હતું. જીતવા માટેના ૧૩૦ રનના પડકાર સામે પૂણે છ વિકેટે ૧૨૮ રન કરી શકયું હતું. મુંબઈ ઈન્ડીયન્સે આ સો આઈપીએલના દસ વર્ષના ઈતિહાસમાં ત્રીજી વખત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી.તેઓએ ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ રોહિત શર્માની કેપ્ટન્સ હેઠળ ટાઈટલ જીતવામાં સફળતા મેળવી હતી. જયારે માત્ર ૨ વર્ષ માટે એન્ટ્રી મેળવનારી પૂણે સુપર જાયન્ટસે ફાઈનલમાં છેક છેલ્લે સુધી સંઘર્ષ બાદ આઈપીએલના રનર્સઅપ તરીકે વિદાય લીધી હતી. મુંબઈની જીતમાં જોહન્સને પાયાની ભૂમિકા ભજવતા ૨૬ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. જયારે બુમરાહે ૨૬ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. પૂણે તરફી કેપ્ટન સ્ટીવ સ્મીે ૫૦ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. પણ તે ટીમને જીતાડી શકયો ન હતો.
જીતવા માટે ૧૩૦ના ટાર્ગેટ સામે પૂણેના ૬ વિકેટે ૧૨૮ રન યા હતા. તેમને જીતવા માટે આખરી ઓવરમાં ૧૧ રનની જ‚ર હતી. કૃણાલ પંડયાના ૪૭ રન, સ્મિના ૫૧ રન અને જોહન્સનની ૩ વિકેટ મેચની હાઈલાઈટ હતી. એક ગણગણાટ મુજબ પૂણેએ જાણી જોઈને મેચ મુંબઈને આપી દીધો. કેમ કે મુંબઈનો નાટયાત્મક ઢબે વિજય યો હતો. છેલ્લી ઓવરમાં પૂણેના ખેલાડીઓએ વિકેટ રીતસર ફેંકી દીધી તેમ લાગતું હતું. કેચ આપવા જ ફટકો માર્યો જણાતું હતું.