તાજેતરમાં રાજકોટની જાણીતી ગાર્ડી વિઘાપીઠ સંલગ્ન બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના સીવીલ એન્જીનીયરીંગ વિભાગના પ્રાધાપકોએ દેશના નામાંકીત મુંબઇ આઇ.આઇ.ટી. માં ન્યુ ટ્રેન્ડીંગ અને રીચર્સ ઓરીએન્ટેડ ટેકનીકલ વિષયના પ્રોગ્રામમાં ભાગ લઇ ટ્રેનીંગ મેળવી હતી.
સીવીલ એન્જીનીયરીંગ વિભાગના પ્રો. જય કાપડીયા, પ્રો. જય વેકરીયા અને પ્રો. રાહુલ પરમાર એ મુંબઇ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ના સોર્ટ ટર્મ ટ્રેનીંગ પ્રોગ્રામમાં જોડાયા હતા. જેમાં તેઓ એ ન્યુ ટ્રેન્ડીઁગ અને રીસર્ચ ઓરીએન્ટેડ ટેકનીક જે ફીનીટ એલીમેન્ટ મેથડ આધારતી છે. તે વિષય ના પ્રોફેશનલ પ્રોગ્રામમાં જોડાઇ ટ્રેનીંગ મેળવી હતી.
આ સફળ ટ્રેનીંગ મેળવવા બદલ સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીગ ડાયરેકટર જય મહેતા, એકઝીકયુટીવ ટ્રસ્ટી સૌરભ શાહ, એન્જી. વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા અને સીવીલ વિભાગના હેડ પ્રો. વિમલ પટેલ દ્ગારા પ્રાધાપકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.