મહારાષ્ટ્રમાં મુંબઈ અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત હતું. પરંતુ હવે મુંબઈના સ્થાને દિલ્હીમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. મુંબઈમાં એક દિવસમાં 11,163 કેસ ગત 4 એપ્રિલે નોંધાયા હતા. બેંગલોરમાં 8155, ચેન્નાઇ 2564 કેસ સર્વોચ્ય હતા. દરમિયાન દિલ્હીમાં 17,282 કેસ નોંધાયા હતા. સંખ્યા એક જ દિવસમાં કોઇપણ શહેરમાં સૌથી વધુ કોરોના ના કેસ છે આ ઉપરાંત 100 જેટલા લોકોનું એક જ દિવસમાં મોત પણ નીપજ્યું હતું દિલ્હીમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે રસીકરણ પણ કોરોનાને રોકવામાં હજુ સુધી પૂરતું સફળ રહ્યું નથી તેવું ચર્ચાય છે.
મુંબઈ કરતા કોરોનાના કેસ દિલ્હીમાં વધતાં લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિના સુધીમાં મુંબઈમાં કોરોનાના 1.30 લાખ કેસ નોંધાયા હતાં. સૌથી વધુ તીવ્ર સંક્રમણ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ભરડો કસાઈ ગયો છે. આવી સ્થિતિમાં હવે દિલ્હીમાં પણ કોરોનાએ અજગરી ભરડો કસ્યો છે.