- સલમાનખાન ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા. જેની તપાસ મામલે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત પહોચ્યા છે.
Surat News : થોડા દિવસ પહેલા સાલમાનખાનના બાંદ્રા સ્થિત એપાર્ટમેંટ બહાર ફાયરિંગ થયું હતું. જેની તપાસ પહેલા ભુજ અને હવે સુરત સુધી પહોચી છે. સલમાનખાન ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છેક સુરત પહોચી. આ પહેલા પણ ફાયરિંગના આરોપીઓ ભુજથી ઝડપાયા હતા.
સલમાનખાન ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા. જેની તપાસ મામલે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત પહોચ્યા છે. આરોપીઓ દ્વારા રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હોવાનું તપાસમાં બહાર આવતા સુરત ચર્ચામાં આવ્યુ છે. જેની તપાસ અર્થે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટિમ સુરત પહોંચી હતી. આ બાબતે અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય
સલમાન ખાનના ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભુજથી ફાયરિંગ કરનારા બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંનેએ પોતાની રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હોવાની વાત પોલીસને જણાવી હતી. હવે રિવોલ્વર શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાપી નદીમાંથી રિવોલ્વર શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય