લોકસાની ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ સમગ્ર દેશમાં શરુ થઇ ચુકયો છે. ભારે સંગઠનને વધુ સુદઢ અને કાર્યક્ષેત્ર બનાવવા માટે પક્ષના મોવડીઓ છેલ્લી ઘડીના ફેરફારો માટે કમર કસી રહ્યા છે.
ગઇકાલે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવરાને મુંબઇ પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ સૈજય નિરૂપમની જગ્યાએ નિયુકત કર્યા હતા. નિરુપમ સંજય છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે ધર્ષણમાં હતા ચુંટણી સમયે પક્ષનો આંતરીક કલેહ રાજકીય રીતે ખોટનો ધંધો ન બની રહે તે માટે લીધેલા પક્ષના તાત્કાલીક નિર્ણયમાં મુંબઇ પ્રદેશ પ્રમુખ તરીકે સંજય નિરૂપમની જગ્યાએ મિલિન્દ દેવરાને ચાર્જ સોંપવામાં આવ્યું હતું. સંજય નિરૂપમને જો કે મુંબઇની ઉત્તર પશ્ર્ચિમ લોકસભા બેઠક પરથી પક્ષે ટિકીટ ફાળવી છે.
મિલિન્દ દેવરા પૂર્વ મંત્રી મુરલી દેવરાના પુત્ર છે અને તે કોંગ્રેસ પ્રમુખના સૌથી નિકટ વર્તિ ગણાય છે. નિરુપમ બે વખત રાજયસભાનું સભ્ય તરીકે સેવા આપી ચુકયા છે. અને અગાઉ તે શિવસેના સાથે જોડાયેલા હતા. માર્ચ ૨૦૧૭માં તેમને મુંબઇ પ્રદેશ કોંગ્રેસ સમીતીની જવાબદારી સોંપવામાં આવી હતી છેલ્લા બે વરસના શાસન દરમિયાન મુંબઇ પ્રાદેશિક સમીતીમાં સ્થાનીક નેતાઓ સાથે મતભેદ ઉભા થયા હતા. મિલિન્દ દેવરા પર મુંબઇ કોંગ્રેસમાં સંકલ અને સંતુલનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.