ટૂર્નામેન્ટનો આરંભ ૭મી એપ્રિલે અને અંત ૨૭મી મેના રોજ
ભારતનો સૌથી મોટો ક્રિકેટ ઉત્સવ એટલે ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૧મી સીઝન આગામી તા.૭મી એપ્રિલી શરૂ થશે. પ્રમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે ટકકર શે.
આઈપીએલની ફાઈનલ મેચ તા.૨૭મી મેના રોજ રમાશે. ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ શહેરોમાં ટૂર્નામેન્ટની મેચો રમાવાની છે.
પરંતુ ખાસ કરીને રાજસન રોયલ્સ ટીમના તમામ મુકાબલા પીંક સિટી જયપુરમાં જ રમાવાના છે. આશ્ર્ચર્ય છે કે, આ વખતે રાજકોટને એક પણ આઈપીએલ મુકાબલો ફાળવવામાં આવ્યો ની.
બીસીસીઆઈ દ્વારા આઈપીએલની ૧૧મી સીઝન માટેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. ૫૧ દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટની ખૂબજ લોકપ્રિયતા છે. સીઝનનો પ્રમ મુકાબલો વર્તમાન ચેમ્પીયન મુંબઈ ઈન્ડિયન અને ૨ વર્ષનો પ્રતિબંધ ભોગવી પરત ફરેલી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે. રાજસન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિગ્સના ચાહકો માટે સૌી મોટી ખુસીની વાત એ છે કે, આ બન્ને ટીમની મેચો સવાઈ માનસી સ્ટેડિયમ જયપુર અને ચિદ્મ્બરમ્ સ્ટેડિયમ ચેન્નઈમાં રમાશે. જયારે કિંગ્સ ઈલેવન પંજાબ પોતાની ત્રણ ઘરેલું મેચ ઈંન્દોરમાં અને ચાર મેચ મોહાલીમાં રમશે. આ લીગમાં ૧૨ મેચ સાંજે ૪ વાગ્યે શ‚ શે. જયારે ૪૮ મેચ ડે-એન્ડ નાઈટ છે. એટલે કે રાત્રે ૮ કલાકે યોજાશે.
આઈપીએલ-૧૧નો પ્રમ મેચ ૭મી એપ્રિલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. જયારે કવોલીફાયર-૧ મેચ તા.૨૨મી મેના રોજ રમાશે. આ બન્ને મેચ મુંબઈ વાનખેડેમાં રમાશે. જયારે ફાઈનલ પણ મુંબઈ ખાતે જ તા.૨૭મી મેના રોજ રમાશે.