જમીન મામલે થયેલી તકરાર બાદ અપહરણ કરાયું હોવાની શંકા: મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
મુળ ભારતીય બિલ્ડર પ્રમોદ ગોયંકાનું ફેબ્રુઆરી મહિનામાં મોઝંબીક ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેમનું અપહરણ કરી મોઝંબીકના પાડોશી દેશ સ્વેઝીલેન્ડમાં પાકિસ્તાની ગેંગ દ્વારા ગોંધી રખાયા હોવાનું જાણવા મળે છે.
આફ્રિકાના મોઝંબીકમાં તા.૨૭ ફેબ્રુઆરીના રોજ ગોયંકા એક ગુજરાતી વિઝનેશમેનને મળવાના હતા. જો કે ત્યારબાદ તેમનું અપહરણ થઈ ગયું હતું. તેના વોટ્સએપ નંબર પરથી મિત્રોને તેની નગ્ન તસ્વીરો અપહરણકર્તાઓએ મોકલી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મુંબઈમાં જમીનના સોદા મામલે થયેલી તકરાર બાદ અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રામિક તપાસમાં જાણવા મળ્યું છે.
અલબત અપહરણકર્તા દ્વારા હજુ સુધી કોઈ ખંડણી માંગવામાં આવી નથી. આ કેસમાં યુકેના એક વેપારી, સાથીએ તથા સંગીતકાર શંકાના દાયરામાં છે. હાલ મુંબઈ પોલીસ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહી છે. ફરિયાદ વિદેશ મંત્રાલયમાં પણ નોંધાવવામાં આવી છે. એરપોર્ટ પરના સીસીટીવી આધારે ગોયંકા એક વ્યક્તિ સાથે હોન્ડા કારમાં બેસી જતા જોવા મળે છે. આ મામલે મોઝંબીક પોલીસ પણ તપાસ ચલાવી રહી છે. ઘણા સ્ળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com