મુંબઈ :  મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ ટાડા કોર્ટે આજે અન્ડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહિત સાત આરોપીઑ સામે સંભળાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં મુસ્તફા ડોસાને દોષીત જાહેર થયો છે. મુસ્તફા પર હત્યા અને ષડયંત્ર રચવાના આરોપ લગાવવામાં આવ્યા છે. વર્ષ 1993માં મુંબઈમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં 257 લોકોનાં મોત થયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટને લીધે 27 કરોડ મિલકતને નુકસાન થયું હતું. 10 વર્ષ પહેલા જે 100 લોકોને દોષીત જાહેર કરવામાં આવ્યા હતા તેમાં બૉલીવુડ અભિનેતા સંજય દત પણ સામેલ હતો. ઉલ્લેખનીય છે કે 24 વર્ષ પહેલા 12 માર્ચ 1993નાં રોજ મુંબઈમાં એક પછી એક એમ 12 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

અબુ સાલેમ સહિત મુસ્તફા ડોસા, તાહિર મર્ચન્ટ, અબ્દુલ ક્યુંમ, રિયાઝ સિદ્દીકી, ફિરોઝ ખાન તેમજ કરીમઉલ્લા શેખની પણ સંડોવણી હતી.

બ્લાસ્ટનો સમગ્રઘટનાક્રમ

  • પ્રથમ વિસ્ફોટ: મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોર 1.30 કલાકે
  • બીજો વિસ્ફોટ:  નરસી નાથ ગલીમાં બપોરે 2.15 કલાકે
  • ત્રીજો વિસ્ફોટ:  શિવસેના ભવનમાં બપોરે 2.30 કલાકે
  • ચોથો વિસ્ફોટ:  એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બપોરે 2.33 કલાકે
  • પાંચમો વિસ્ફોટ: સેન્ચ્યુરી બજારમાં બપોરે 2.45 કલાકે
  • છઠ્ઠો વિસ્ફોટ:  મહિમમાં બપોરે 2.45 કલાકે
  • સાતમો વિસ્ફોટ: ઝવેરી બજાર બપોરે 3.05 કલાકે
  • આઠમો વિસ્ફોટ: સી રોક હોટેલ બપોરે 3.10 કલાકે
  • નવમો વિસ્ફોટ: પ્લાઝા સિનેમા બપોરે 3.13 કલાકે
  • દસમો વિસ્ફોટ: જુહૂ સેન્ટર હોટેલમાં બપોરે 3.30 કલાકે
  • આગિયારમો વિસ્ફોટ: સહરા એરપોર્ટ બપોરે 3.30 કલાકે
  • બારમો વિસ્ફોટ: સેન્ટુર હોટેલ, એરપોર્ટ બપોરે 3.40 કલાકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.