દેશના આર્થિક પાટનગર અને માયાવીનગરી મુંબઇ પર ૧૯૯૩માં ત્રાટકેલા આતંકીઓએ સિરીયલ બોમ્બ ધડાકા કરીને અનેક નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં એક-એક કસુરવારોને વિણીવીણીને પકડવાનું અભિયાન સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવ્યું છે. જયારે મુંબઇ હુમલાકાંડના વર્ષોથી ફરાર આરોપી અબુ બકરને યુએઇમાંથી દબોચી લેવાનું જાણવા મળ્યું છે.
મુંબઇમાં ૧૯૯૩માં સિરીયલ બોમ્બ ધડાકાની ઘટનાની તપાસમાં મુખ્ય કાવતરાખોર તેમજ વિસ્ફોટકોને તેના સ્થળે પહોંચાડવાના મુખ્ય ભેજાબાજ તરીકે અબ્દુલ બકર અને ગફાર સહિતના સાગરિતોના નામ ખુલ્યા હતા જે પૈકી ૧૯૯૩થી ભાગતો ફરતો અને વર્ષોથી વોન્ટેડ રહેલા ૫૧ વર્ષીય અબુ બકર અને યુએઇમાંથી ઝડપી લીધા બાદ ભારતમાં લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મુંબઇ સેન્ટ્રલમાં રહેતા અબુ બકર અબ્દુલ ગફુર અને કેટલાક શખ્સો બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લેવા અને હથિયારોની ટ્રેનિંગમાં પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ટ્રેનિંગ લીધા બાદ મુંબઇ હુમલામાં ભૂમિકા ભજવી હતી.