મુંબઇ ઇન્ડિયન્સે ૧૯ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૧૭૬ રન બનાવ્યા

ઇન્દોર

કિંગ્સ ઇલેવન પંજાબે ૩ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સની વિરૂદ્ધ આઇપીએલની ૧૧મી સીઝનની ૩૪મી મેચમાં પંજાબથી મળેલ ૧૭૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સે ૧૯ ઓવરમાં ૪ વિકેટના નુકસાન પર ૧૭૬ રન બનાવી લીધા હતા. ઓપનર સૂર્યકુમાર યાદવે (૫૭) રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.હાર્દિક પંડ્યા (૨૩), રોહિત શર્મા (૨૪*) અને કૃણાદ પંડ્યા(૩૧*)નાં ઝંઝાવાત સામં પંજાબે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

મુંબઈ માટે આ જીત ઘણી મહત્વની હતી અને આ સાથે એક નવી આશા પણ જન્મી છે કે જેના દ્વારા મુંબઈ કમસેકમ પ્લે ઓફ સુધી પહોંચી શકે છે

કિંગ્સ ઇલેવન પંજાબે ૩ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સની સામે આઇપીએલની ૧૧મી સીઝનની ૩૪મી મેચમાં ૨૦ ઓવરમાં ૬ વિકેટ પર ૧૭૪ રનનો મજબૂત સ્કોર બનાવ્યો. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ધુરંધર ઓપનર ક્રિસ ગેલે ફિફ્ટી ફટકારી. માર્કસ સ્ટોયનિસ ૨૯ રન બનાવી નોટ આઉટ રહ્યોય

પંજાબને પહેલો ઝાટકો ૫૪ના સ્કોર પર જ લાગ્યો જ્યારે લોકોશએ રાહુલ (૨૪) મયંક માર્કંડેયે પેવેલિયનનો રસ્તો દેખાડ્યોય. રાહુલે ૨૦ બોલ પર ૧ ચોગ્ગો અને ૨ છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ ગેલે સંયમિત અંદાજમાં રમતા આઇપીએલ કેરિયરની ૨૪મી અને ૧૧મી સીઝનમાં ત્રીજી ફિફ્ટી પૂરી કરી. તેણે ૪૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.

નાયર (૨૩) મૈક્લેનેગનનો શિકાર બન્યો અને હાર્દિક પંડયાના હાથે કેચ કરાવ્યો. તેણે ૧૨ બોલમાં ૧ ચોગ્ગો અને ૨ છગ્ગા ફટકાર્યા. અક્ષર પટેલ ૧૩ રન પર જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો. ૧૨ બોલમાં ૧ સિક્સ ફટકારી. પંજાબે ૫૦ રન ૬.૧ ઓવરમાં અને ૧૦૦ રન ૧૩.૨ ઓવરમાં પૂરા કર્યા.

ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિન્યસની ટીમ આ સિઝનમાં આઠ પૈકી માત્ર બે મેચ જીતી શકી છે જેને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાયો છે પરંતુ આ મેચમાં . મુંબઈ ઈન્ડિયન્સ  કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને થોડી આશા જીવંત કરી છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.