વિજય હજારે ટ્રોફી ૨૦૧૯-૨૦
શ્રેયસ ઐયર અને સૂર્યકુમારે બે ઓવર પહેલા જ લક્ષ્ય હાંસલ કર્યું
વિજય હજારે ટ્રોફી ૨૦૧૯-૨૦ એક દિવસ ટૂર્નામેન્ટમાં એલીટ ગ્રુપ-એમાં સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે બેંગ્લોરના અલુર ક્રિકેટ સ્ટેડીયમ-૩માં મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ ટોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી અને સૌરાષ્ટ્રને પાંચ વિકેટથી હરાવી વિજય હજારે ટ્રોફી એક દિવસીય ટૂર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી હતી. મુંબઈએ એલીટ ગ્રુપ-એના આ મેચમાં સૌરાષ્ટ્રે નવ વિકેટ પર ૨૪૫ રન બનાવ્યા હતા. જેમાં અર્પિત વાસવદાએ સૌથી વધુ રન ૫૯ કર્યા જ્યારે ચિરાગ જાનીએ ૪૦ નોટ આઉટ, સમર્થ વ્યાસે ૩૯ રન કર્યા હતા.
મુંબઈ એલીટ ગ્રુપ-એ ના આ મેચમાં સૌરાષ્ટ્રના ૨૪૫ રન રોકયા બાદ ઐય્યરે ૭૫ અને સૂર્યકુમારે ૮૫ રન બાદ બે ઓવર પહેલા જ લક્ષ્ય હાંસલ કરી દીધું શુભમ રંજને નાબાદ ૪૫ રન ફટકાર્યા જ્યારે શાર્દુલ ઠાકુરે ૩૬ રન બનાવી ત્રણ વિકેટ હાંસલ કરી.
મુંબઈ એ આ પાંચ વિકેટ પર આ મેચ જીતી ૪ પોઈન્ટ હાંસલ કર્યા. સૌરાષ્ટ્ર ઈલેવનમાં કેપ્ટન જયદેવ ઉનડકટ, શેલ્ડન જેકશન, હાર્દિક દેસાઈ (વિકેટ કીપર), અર્પિત વસાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમલેશ મકવાણા, ચિરાગ જાની, સમર્થ વ્યાસ, વિશ્વરાજ જાડેજા, પ્રેરક મનકદ, કુશાંગ પટેલનો સમાવેશ થાય છે.
જ્યારે મુંબઈની ટીમમાં કેપ્ટન શ્રેયસ લેર, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, ધવલ કુલકર્ણી, આદિત્ય તરે, જય ગોકુલબીસ્તા, શિવમ દુબે, શુભમ રંજન, તુષાર દેશપાંડે, શ્યામ મુબાની, સિધ્ધેશ લાડનો સમાવેશ થાય છે.