અમ્પાયરે છેલ્લો બોલ નો-બોલ ન આપતા બેંગ્લોરની ટીમના કેપ્ટન કોહલીએ નારાજગી જતાવી
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સને ૬ રનેથી હરાવ્યું, મુંબઈએ પહેલા રમતા ૧૮૭ રન બનાવ્યા તો તેના જવાબમાં બેંગ્લોરની ટીમ ૧૮૧ રન જ બનાવી શકી તો ડીવીલીયર્સ ૭૦ રન બનાવી નોકઆઉટ થયો. રોમાંચક મેચમાં મુંબઈનો બેંગ્લોર સામે ૬ રને વિજય થયો પરંતુ કોસ્ટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એક અમ્પાયરે છેલ્લો બોલ નો બોલ ન આપતા વિવાદ સર્જાયો હતો.
કારણ કે, મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવારે બેંગ્લોરના ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં જસ્પ્રીત બુમરાહની શાનદાર સ્પેલને કારણે હોમ ગ્રાઉન્ડ બેંગ્લોરની ટીમને ૬ રનેથી હરાવ્યું હતું.ગેમને સુપર ઓવરમાં લઈ જવા માટે લસીથ મલીંગાની શિવમ દુબેને આપેલા છેલ્લા બોલમાં નો બોલની જરૂર હતી.
જે ઓન ફિલ્ડ અમ્પાયર દ્વારા નજર અંદાજ કરવામાં આવી કારણ કે, આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સ માટે ૮ વિકેટમાંથી ૧૮૭ના જવાબમાં ૫ વિકેટ પર ૧૮૧ રન બનાવ્યા હતા.મેચની છેલ્લી ઓવરમાં બેંગ્લોરે જીત માટે ૧૭ રન કરવાના હતા પરંતુ ટીમ માત્ર ૧૦ રન જ બનાવી શકી હતી.
જો કે, ટીવી રીપ્લેમાં સ્પષ્ટ દર્શાવાયું હતું કે, મલીંગા જયારે છેલ્લો બોલ ફેંકી રહ્યો હતો ત્યારે તેનો પગ લાઈનની બહાર ગયો હતો. નિયમ મુજબ તો આ નો બોલ હતો પરંતુ અમ્પાયરસુંદર રવિ આ જોઈ શકયા નહીં. બેંગ્લોરના કેપ્ટન કોહલી આ અંગે નારાજગી વ્યકત કરતા કહ્યું કે, આઈપીએલ એ કોઈ કલબ લેવલની ટૂર્નામેન્ટ નથી. અમ્પાયરે આ પ્રકારની ભુલો કરવી જોઈએ નહીં.
આઈપીએલમાં ૫ હજાર રનના લેન્ડમાર્કને સર કરતો ‘વિરાટ’ બન્યો બીજા નંબરનો બેટ્સમેન
કોહલીએ મેચમાં ૫ હજાર રન બનાવ્યા છે તેણે ૧૫૭મી ઈનિંગ્સમાં આવુ કર્યું હતું. સ્કોરનો પીછો કરવા ઉતરેલ બેંગ્લોરની શ‚આત સારી નહોતી રહી પરંતુ પાર્થિવ પટેલે કેટલાક સારા શોટ લગાવ્યા હતા. ૬૭ રને બે વિકેટ પડતા કોહલીને બુમરાહે આઉટ કર્યો ત્યારબાદ ડીવીલીયર્સ છેવટ સુધી રમ્યો પરંતુ જીત અપાવી શકયો ન હતો. વિરાટની ક્રિકેટમાં કારકિર્દી ખુબજ ઝડપી અને પ્રસિધ્ધ રહી છે. કોહલીએ આઈપીએલમાં સૌથી ઝડપી ૫ હજાર રન પૂર્ણ કરનાર ખેલાડીઓમાં પોતાનું નામ નોંધાવ્યું છે.