‘સનરાઈઝર્સ’નો અસ્ત નિશ્ર્ચિત ?
આઈપીએલની ૧૩મી સીઝન હવે અત્યંત રોમાંચક તબકકામાં પહોંચી ગયું છે ત્યારે હવે પ્લે ઓફમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ ટીમ કવોલીફાઈ થઈ છે પરંતુ બાકી રહેતી ટીમો જેવી કે બેંગલોર, દિલ્હી અને કોલકતા પ્લે ઓફમાં નિશ્ર્ચિત થઈ ગયું હોય તેવું ચિત્ર પણ સામે આવી રહ્યું છે ત્યારે સનરાઈઝર્સનો લીગનો છેલ્લો મેચ મુંબઈ વચ્ચે રમાશે જો હૈદરાબાદ આ મેચ હારી જાય તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આજે દિલ્હી અને આરસીબી વચ્ચે મેચ રમાશે જેમાં બંને ટીમોમાંથી કોઈપણ ટીમને હારજીતથી કોઈ જ ફેર નહીં પડે. ચેન્નઈ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે જે મેચ રમાયો હતો તેમાં ચેન્નઈની જીત સાથે પંજાબ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નઈ તરફથી રમી રહેલા ઋતુરાજ ગાયકવાડે સતત ત્રણ મેચમાં અડધ સદી ફટકારી ટીમને સફળતા પ્રાપ્ત કરાવી હતી. જયારે રાજસ્થાન અને કલકતા વચ્ચેના મેચમાં રાજસ્થાન સામે જીતની સાથે પ્લે ઓફમાં પણ કલકતાની આશા જીવંત રહી છે.
મોર્ગન તથા કમિન્સની ૪ વિકેટ રાજસ્થાન સામેની જીત માટે અત્યંત અસરકારક સાબિત થઈ છે.
આઈપ ીએલની ૧૩મી સીઝન અનિશ્ર્ચિત જેવું પરિણામ આપ્યું છે ત્યારે નવોદિત ખેલાડીઓને જે પ્રકારે તક આપવામાં આવી છે તેને ધ્યાને લઈ આવનારી સિઝનમાં અનેકવિધ નવોદિત ખેલાડીઓ પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપતા જોવા મળશે અને હાલના ચિત્રને ધ્યાને લેતા મુંબઈ, બેંગલોર, દિલ્હી અને કલકતા પ્લે ઓફમાં પહોંચવા માટે પોતાનું સ્થાન સુનિશ્ર્ચિત કરી લીધું છે. હાલ આઈપીએલના ૫૪ મેચ થઈ ગયા છે ત્યારે માત્ર હવે બે મેચ જ બાકી છે તેમ છતાં હજુ સુધી માત્ર એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ જ કવોલીફાઈડ થઈ છે. દિલ્હીનો આજે બેંગલોર સામે મેચ છે જો તેમાં દિલ્હી-બેંગલોર સામે જીતશે તો દિલ્હી પ્લે ઓફમાં પોતાનું સ્થાન મેળવી લેશે અથવા તો દિલ્હી આ મેચ હારે તો એક ઘટના એવી થશે જેમાં ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરૂરી છે જેમાં પ્રથમ તો હૈદરાબાદ મુંબઈ સામે હારે તો દિલ્હી પ્લે ઓફમાં પહોંચશે. જયારે બીજી તરફ બેંગલોર સામેની મેચ એટલે કે ઓછા માર્જીનથી હારે કે તેમની નેટ રનરેટ કલકતા કરતા સારી હોય તો દિલ્હીને પ્લે ઓફમાં પહોંચવા માટેની તક પ્રબળ બની રહેશે જેમાં બીજી શકયતા એ પણ છે કે જો દિલ્હી પ્રથમ બેટીંગમાં ૧૬૦ રન કરે તો બેંગલોર ૧૮ ઓવરમાં તે ટાર્ગેટને ન પહોંચે તો દિલ્હી પૂર્ણત: કવોલીફાઈ થઈ શકશે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઈ મુંબઈ, દિલ્હી, બેંગલોર અને કલકતા પ્લે ઓફમાં નિશ્ર્ચિત થઈ ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
આઈપીએલ-૧૩ની દેણ ઋતુરાજ ગાયકવાડ, રાહુલ તેવટીયા જેવા નવોદિત ખેલાડીઓનો ઉદય
આઈપીએલની ૧૩મી સીઝન નવોદિત ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે ઉજજળી તક સાંપડી છે જેમાં ઋતુરાજ ગાયકવાડ, રાહુલ તેવટીયા, અભિષેક શર્મા, સુર્યકુમાર યાદવ, ઈશન કિશન જેવા ઘણા ખેલાડીઓ પોતાની ફ્રેન્ચાઈઝી ટીમ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. સુર્યકુમાર યાદવ કે જે મુંબઈ તરફથી રમી રહ્યો છે તેની રમતને ધ્યાને લઈ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ટી-૨૦ સ્કોડમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેને ક્રિકેટ તજજ્ઞોએ પણ ધ્યાને લીધું છે. બીજી તરફ રાજસ્થાન તરફથી રમી રહેલા રાહુલ તેવટીયા કે જેને રાજસ્થાનને અનેકવિધ સમયે સંકટમાંથી બહાર પણ ઉગાડયું છે તો વાત કરવામાં આવે ઋતુરાજ ગાયકવાડની જો સતત છેલ્લા ત્રણ મેચમાં ચેન્નઈ તરફથી તેને અડધ સદી ફટકારી ટીમમાં પોતાનું સ્થાન સુનિશ્ર્ચિત કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ કોઈપણ ઓર્ડરમાં રમી શકે તેવો ખેલાડી હજુ સુધી જોવા મળ્યો નથી તે પૂર્વે રહાણેને પણ આ માટે તક આપવામાં આવી હતી જેમાં તે નિષ્ફળ નિવડયો છે ત્યારે આઈપીએલમાં મુંબઈ તરફથી રમી રહેલો ઈશન કિશન કોઈપણ ક્રમ પર આવી બેટીંગ કરવા માટે સક્ષમતા સાબિત કરી છે જે ભારતીય ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કહેવાય છે કે આઈપીએલમાં જે નવોદિત ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે તે નવી પ્રતિભાનો ઉદય કરી ટીમ ઈન્ડિયાને મજબુતી આપવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે.
બધાને મારી નિવૃતિની પડી છે: ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોની આઈપીએલમાંથી નિવૃતિ લેશે તેવી અટકળો ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે. પંજાબ સામેની મેચમાં ધોનીને પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં ધોનીએ જણાવ્યું હતું કે, તે હજુ આઈપીએલમાંથી નિવૃતિ નહીં લે. સિઝનમાં મેચ પછી ધોની ઘણી ટીમોના ખેલાડીઓને ઓટોગ્રાફ આપતો નજરે પડતો હતો જે પછી સોશિયલ મીડિયા પર એ ચર્ચાએ જોર પકડયું હતું કે, આઈપીએલ બાદ ધોની ક્રિકેટમાંથી ૫ૂર્ણત: નિવૃત થઈ જશે. ૧૫ ઓગસ્ટના રોજ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી પરંતુ આઈપીએલમાંથી હજુ ધોની નિવૃતિ નહીં લ્યે તેવું ધોનીએ સ્પષ્ટ જણાવ્યું છે. આઈપીએલની ૧૩મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ઘણાખરા અંશે નિરાશાજનક રહ્યું છે. તેને ૧૪ મેચમાં ૨૫ રનની એવરેજથી માત્ર ૨૦૦ રન જ બનાવ્યા છે. ધોનીને પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું કે, બધાને મારી નિવૃતિની પડી છે પરંતુ આ પ્રશ્ર્ન ઉપર હવે પૂર્ણવિરામ મુકાયો છે.