ખ્યાતનામ ઇન્ટરનેશનલ હેર અને સ્કીન આર્ટીસ્ટ ઉદય અને હર્ષદા ટકકે અવનવી હેરકટ, ટીપ્સ, લેટેસ્ટ ટ્રેઇન વિશે માહીતી પુરી પાડશે: શહેરની તમામ મહિલા બ્યુટી પાર્લર સંચાલકોને લાભ લેવા અનુરોધ: બ્યુટીશ્યનો ‘અબતક’ના આંગણે
વર્તમાન સમયમાં વુમન એમ્પાવરમેન્ટ (મહિલા સશકિતકરણ) અંગે ઘણી જાગૃતિ સમાજમાં આવી છે જેનું સૌથી જીવંત ઉદાહરણ આપવું હોય તો બ્યુટીશ્યલ ફીલ્ડ તેમાં મોખરે છે. મહિલાઓ ઘરની સંભાળની સાથે સાથે સ્વાવલંબી બનવા, એક પ્રવૃતિના ભાગ રુપે, પરિવારને આર્થિક રીતે મદદરુપ થવા બ્યુટીપાર્લરના વ્યવસાયમાં જવાનું સૌથી વધુ પસંદ કરે છે. અને સમાજમાં આ અંગે જાગૃતિ પણ આવી છે. નાના-મોટા દરેક પ્રસંગ અને તહેવારમાં મહિલાઓ તૈયાર થવાનું પસંદ કરે છે. સાથે જ વર્તમાન સમયમાં દરેક પોતાના હેર અને સ્કીન બાબતે અવેરનેશ દેખાડી તેની માવજત પણ કરે છે.
રાજકોટમાં હાલના સમયમાં હજારોની સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલીત એવા બ્યુટી પાર્લરનેા વ્યવસાય ખુબ હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આવતીકાલે આમંત્રીત અને મર્યાદિત માત્ર મહિલાઓ માટેના એક ઇન્ટરનેશનલ લેવલના સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઇ સ્થિત અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના એવોર્ડ જેમને પ્રાપ્ત કર્યા છે. મુંબઇમાં ૭ સ્થળો ઉપર જેમની હેર અને સ્કીનની એકેડમી યુ ટ્રેકસ ઇન્સ્ટિયુટ ઓફ હેર એન્ડ સ્કીન માં અનેકવિધ કોર્ષ શીખીને અસંખ્ય લોકો આજે સ્વમાનભેર પોતાનો વ્યવસાય કરી પગભેર થઇ શકયા છે. અને આજે આ ફીલ્ડમાં સારી એવી નામના મેળવી છે. જેઓ બે દાયકાથી પણ વધારે સમયથી આ ફીલ્ફમાં સક્રિય
રીતે કાર્યરત છે એવા વિખ્યાત અને ખ્યાતનામ ઇન્ટરનેશનલ હેર આર્ટીસ્ટ ઉદય ટકકે તથા મેકઅપ, સ્કીન અને બ્યુટી ક્ષેત્રે જેઓ અનેક વિધ ડીગ્રી અને ડોકટરેટ (પી.એચ.ડી) જેમને પ્રાપ્ત કર્યા છે એવા હર્ષદા ટકકે આ સેમીનારમાં ઉ૫સ્થિત રહી તમામ મહિલા બ્યુટીશ્યનને અવનવી હેરકટ, નવી ટેકનીક, ટીપ્સ, લેટેસ્ટ ટ્રેઇન વિશે માહીતી પુરી પાડશે અને હેર અને સ્કીનને લગતા તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
આવા ખ્યાતનામ અને દેશ-વિદેશમાં જેમને આ ક્ષેત્રે બહોળુ જ્ઞાન અને ડ્રીગી મેળવ્યા છે. તેવા વ્યકિતઓને મળવાનો અવસર રાજકોટના મહિલા બ્યુટીશ્યનોને પ્રાપ્ત થવા જઇ રહ્યા છે. ત્યારે રાજકોટના આયોજક રીટાબેન જોગી તથા કવિતાબેન શેઠ દ્વારા તમામ બહેનોને બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.મર્યાદીત સંખ્યા માટે આયોજીત આ સેમીનારની વધુ માહીતી માટે મો. નં. ૯૮૨૫૨ ૮૮૩૩૨ ઉપર કરવો. સેમીનારની સફળતા માટે ઉદય ટકકે, હર્ષદા ટકકે, રીન્કલ જોગી, પારસ શેઠ, ભાવિક જોગી, કવિતા શેઠ, રીટા જોગી, રીના પરેશ, રીચા એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.