મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ, નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ 700 મુસાફરોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ ટ્રેનમાં નવ ગર્ભવતિ મહિલા પણ મુસાફરી કરી રહી હતી. ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા ગાયનોકોલોજીસ્ટ સાથે 37 ડોક્ટરોની ટીમ મુસાફરો સાથે છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી