મહિલા દ્વારા મોકલાયેલા ઇમેઇલ મામલે સુરક્ષા સંસ્થાઓ સતર્ક: મુંબઇ તેમજ ચૈન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટ હાઇ એલર્ટ પર

દેશમાં વધુ એક આતંકી હુમલો થવાના ઇન્પુટ સુરક્ષા સંસ્થાઓને મળ્યા છે. મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટને હાઇજેક કરવા ર૩ આતંકીઓનું ષડયંત્ર હોવાનો ઘટ્ટસ્ફોટ થતા આ એરપોર્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છ.ે. આ ઇન્પુટને લઇને સુરક્ષા સંસ્થાઓ તેમજ સ્થાનિક તંત્ર પણ સતર્ક થયું છે.

મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટના એરક્રાફ્ટને હાઇજેક કરવાના પ્લાન ૨૩ શખ્સોએ ઘડી કાઢ્યો હોવાના ઇન્પુટના પરિણામે આ ત્રણેય એરપોર્ટને હાઇએલર્ટ ઉપર મુકી દેવાયા છે. એરપોર્ટ સિક્યુરીટી કોઓર્ડિનેશન કમીટી દ્વારા આ મામલે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. અને એરપોર્ટમાં સતત સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

આ મામલે સુત્રોના જણાવ્યા મુજબ છ શખ્સો મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટને હાઇજેક કરવાનું ષડયંત્ર કરતા હોવાનો એક ઇમેઇલ મહિલા દ્વારા સુરક્ષા તંત્રને મોકલાયો હતો. આ ઇમેઇલમાં ત્રણેય એરપોર્ટને હાઇજેક કરવા ૨૩ શખ્સોની ટીમ બનાવાઇ હોવાનો ઉલ્લેખ હતો. ઇમેઇલ મળતાની સાથે સુરક્ષા તંત્ર સતર્ક થયું હતું અને ત્રણેય એરપોર્ટની સુરક્ષા વધારવા તાત્કાલિક પગલા લેવાના શ‚ કર્યા હતા. દરેક એરપોર્ટ પરના મુસાફર અને તેના સગા સંબંધીઓની કડક તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા ચેકીંગના પરિણામે ઘણા મુસાફરો લેટ થયા હતા.

મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ એરપોર્ટની સુરક્ષા માટે સુરક્ષા સંસ્થાઓએ સ્થાનિક પોલીસ સહિતના તંત્રને કામે લગાડ્યું હતું. હાલ મુંબઇ પાસે સીટી કાઉન્ટર ટેરરિઝમ પ્લાન કાર્યરત છે. હૈદરાબાદ અને ચેન્નઇ આ પ્રકારની સુરક્ષાથી વંચિત છે. મુંબઇ ખાતે ચાલતો આ પ્લાન પ્લેન કે એરપોર્ટ હાઇજેક થતા અટકાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.