લક્ઝરી બસ સાથે કાર અથડાતા બે એનઆરઆઈ સહિત 4 લોકોના ઘટનાસ્થળે મોત
અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલઘર પોલીસે જણાવ્યું કે, કારમાં સવાર ચાર લોકો ગુજરાતના બારડોલીના રહેવાસી હતા, મૃતકોમાં ત્રણ પુરૂષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્રના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે લગભગ 4 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. જાણકારી મળી છે કે આ ઘટના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં સ્થિત મહાલક્ષ્મી મંદિર પાસે બની હતી. ગુજરાતથી મુંબઈ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ ઘાયલોની કાસવ ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મંગળવારે વહેલી સવારે દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી આવતી એક કાર બસ સાથે અથડાતાં 4 લોકોના મોત થયા હતા. કાર મુંબઈ તરફ જઈ રહી હતી અને ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા, અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 લોકો બારડોલીના હતા, જો કે 2 લોકો એનઆરઆઈ હતા અને લંડન જવા માટે મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા.