વાહન વ્યવહાર અટવાયો: ઠેર ઠેર ચકકાજામ જેવા દ્રશ્યો

ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના દિવસે એવા એ મહેર કરતા અત્ર-તત્ર સર્વત્ર સમગ્ર વિસ્તારોમાં વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી બાજુ અમદાવાદ તેમજ મુંબઇના વિસ્તારોમાં પણ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે મુંબઇ-અમદાવાદ હાઇવે બંધ કરાયો હતો.

આગામી ર૪ કલાકમાં હજુ પણ વધારે વરસાદ પડવાનો છે ત્યારે અમદાવાદ-મુંઇબ હાઇવે ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે દુર્ધટનાથી બચવા માટે બંધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ મુંબઇ, નાસીક, પુના સહીત સમગ્ર વિસ્તારોમાં હજુ વરસાદ પડશે ઘોઘમાર વરસાદના પગલે અકસ્માતો સર્જાતા જોવા મળતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર થયો છે. તથા રાજકોટ સહીત સૌરાષ્ટ્રના વિસ્તારો તથા અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તથા પડવાનો છે તેવી આગામી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે મુંબઇ-અમદાવાદ હાઇવેને બંધ કરી દેવાતા હજારો મુસાફરો વાહન સાથે અટવાઇ જતા હાઇવે પર ચકકાજામ સર્જાયો હતો.

વરસાદ ઓછો થયા બાદ હાઇવેને ખુલ્લો મુકાશે. ત્યારે વાહનોમાં અટવાઇ પડેલા મુસાફરો જલ્દીથી

હાઇવે ખુલ્લો મુકાય તેની રાહ જોઇ રહ્યા છે. તેમજ તેમના કામકાજ થયાવત થાય તેની રાહ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.