વહેલી સવારે બોરીવલીમાં એક શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. બનાવની જાણ થતા પોલીસની ટીમ અને ૧૪ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં આજે સવારે આગ લાગી હતી. હજુ સુધી આગનું કારણ જાણવા મળ્યું નથી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ ૧૪ જેટલા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ આગ ભોંયરામાં લાગી હતી જે બાદમાં સેક્ન્ડ ફ્લોર સુધી ફેલાઈ ગઈ છે. વેન્ટિલેશન માટે જેસીબીની મદદથી બિલ્ડિંગની સાઇડ ગ્રિલ્સ તોડવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે, ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો