મુંબઈના વર્લી પ્રભાદેવી વિસ્તારમાં આવેલા 35 માળના બીઉ મોન્ડે ટાવર્સમાં ભીષણ આગ લાગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બોલિવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણનું ઘર પણ આ જ એપાર્ટમેન્ટમાં છે. તે ઉપરાંત ઘણી સેલેબ્રિટીઓના ઘર આ બિલ્ડીંગમાં છે. અત્યાર સુધીમાં 90 કરતા વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલ ઘટનાસ્થળ પર 10 ફાયર એન્જિન, 2 ક્વિક રિસ્પોન્સ વેહિકલ્સ, 5 જંબો ટેન્કર્સ, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સ અને 2 એમ્બ્યુલન્સ પહોંચી ગયા છે. પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અગ્નિશમનની કામગીરી ચાલુ છે. જોકે કોઇ જાનમાલની હાનિ થઇ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.