મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે મુંબઇ, કોલ્હાપુર, નાગપુર સહિત અનેક સ્થળોની હાલત ખરાબ છે. અવિરત વરસાદને લીધે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. અનેક નદીઓમાં આવકને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે બાદ NDRF-SDRF ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. લોકોને સતત અસરગ્રસ્ત વિસ્તારોથી સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા મુંબઈ ગોવંડીમાં 7 લોકોના મુત્યું થયા છે
પાલઘર જિલ્લાના અનેક ગામડાઓ પાણી-પાણી
મહારાષ્ટ્રના પાલઘર અને મુંબઈમાં ભારે વરસાદે નીચાણ વાળા વિસ્તારો ને પાણી પાણી કર્યા છે. હાલ મેઘરાજાનું જોર ઘટ્યુ છે. દક્ષિણ ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના પૂર્વ વિસ્તારના ગામડામાં વરસાદે લોકોના જન જીવન પર મોટી અસર છોડી છે. હાલ ગયા બે દીવસથી મેઘ આક્રમણ નું જોર ઘટ્યુ છે પરંતુ પૂર્વ વિસ્તાર ડુંગરાલ વિસ્તાર મા પડી ગયેલા વરસાદ બાદ પાણી નો પ્રવાહ આજુ બાજુના ગામડાઓના માર્ગો અને નદી નાળા ઓ ને ભયાનક રૂપ આપી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાતના ઉમરગામ નજીક મહારાષ્ટ્રના પાલઘર જીલ્લા ના મહાકાય ડુંગરો ની હારમાળા ના કારને આ વિસ્તાર મા વરસાદી વાદળો જોરદાર વર્ષા કરે છે. પાલઘર જિલ્લા ના પૂર્વ પટ્ટી મા વસઈ સુધી મહાકાય ડુંગરો ની હારમાળા અને વ્રુક્ષો થી ભરેલા આ ડુંગરો ભારે વરસાદી માહોલ ને બનાવે છે તેવો અનુમાન છે.