આમ તો દિવસમાં ૭-૮ વખત ગરમ પાણી પીવું જોઇએ, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે કેળુ ખાવી બેડોળ શરીરને સુડોળ બનાવી શકાય છે, પરંતુ તેને સાચી રીતે કરવાથી જ ફાયદાઓ થશે.
– શરીર ઘટાડવા માટે
ગરમ પાણીની સાથે શરીરના ટોક્સિન બહાર આવે છે તેથી મેટાબોલિજમ વધે છે. માટે તેની ૩૦ મિનિટ બાદ એક કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળે છે. અને વધુ સમય સુધી પેટમાં પડ્યા રહેવાથી શરીરના ચરબીના થરો નિયંત્રિત થાય છે.
-હેલ્ધી સ્કિન
કેળામાં વિટામિન બી – 6ની માત્રા ભરપૂર હોય છે માત્ર ગરમ પાણી અને કેળા લેવાથી સ્કિનમાં ગ્લો આવે છે.
– એનર્જી
રોજ સવારે એક કેળુ ખાવાથી શરીરમાં ભરપૂર માત્રામાં એનર્જી આવે છે, અને આળસ પણ ઉડી જાય છે.
– બ્લડ પ્રેશર
ગરમ પાણી અને કેળાને સાથે લેવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ નિયંત્રિત થાય છે. તેથી બીપી પણ કંટ્રોલ રહે છે.
– પેટની સમસ્યાઓ માટે
ગરમ પાણી પીધા બાદ કેળું ખાવાથી પેટ સાફ થાય છે. અને શરીરમાં પાચનક્રિયા સુધરે છે, જેનાથી એસિડીટી, ગેસ જેવી તકલીફોથી રાહત થશે.
– કિડની
ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલું ટોક્સિન્સ બહાર આવે છે કેળામાં રહેલું પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી અને બી સીક્સ જેવા ન્યુટ્રિએન્ટ હોય છે, તેનાથી કિડનીનાં રોગોનો ખતરો ઘટે છે.