રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરત સહિતના સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ’ લોકોનું આગમન
વડાપ્રધાન મોદી સત્તા ઉપર આરૂઢ થયા બાદ અતિ મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે દિવસ-રાત કામ કરી રહ્યાં છે. મોદીના આ સ્વપ્નને હાથવગુ કરવા માટે મલ્ટીનેશનલ કંપનીઓ મેદાને ઉતરી છે. રાજકોટ, બરોડા,સુરત અને અમદાવાદ સહિતના શહેરોને સ્માર્ટ સિટીમાં તબદીલ કરવા સીસ્કો, આઈબીએમ અને હનીવેલ સહિતની કંપનીઓ ટેન્ડર પ્રક્રિયા માટે કામગીરી કરી રહી છે.
સ્માર્ટ સિટી પ્રોજેકટમાં રાજકોટ માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ હજુ સુધી એક પણ વખત ટેન્ડર ફાઈનલ થયા નથી. ત્યારે સનિક સંસઓની જગ્યાએ મલ્ટીનેશનલ કંપનીઓ ટેન્ડર માટે આગળ આવી છે. સ્માર્ટ સિટી સેન્ટર વિકસાવવા ભારતની લાર્શન એન્ડ ટર્બો, શાપુરજી પલોનજી, ભારત ઈલેકટ્રોનીકસ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ પણ વૈશ્ર્વિક કંપનીઓ સો હરીફાઈમાં છે. ભોપાલમાં એચપી અને સીમન્સ તેમજ વારાણસીમાં રોલ્ટા અને સીસ્કો કંપની દ્વારા સ્માર્ટ સિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
મોદી સરકારે સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે ૯૯ શહેરોની પસંદગી કરી છે. જેના હેઠળ દરેક શહેરને રૂ.૫૦૦ કરોડ ફાળવવામાં આવનાર છે. ૫૫ શહેરો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ શહેરોમાં કુલ રૂ.૫૩૦૦ કરોડનું રોકાણ થશે. રૂ.૨૯૫૦ કરોડના ખર્ચે ૨૩ શહેરોમાં તો પ્રોજેકટની કામગીરી શરૂ પણ થઈ ચૂકી છે. સ્માર્ટ સિટીના વિકાસમાં મેગા ટેક કંપનીઓની રસરુચી વધી રહી છે. અગાઉ આ પ્રોજેકટમાં કંપનીઓ રસ દાખવતો નહોતો. એકાએક પ્રોજેકટમાં કંપનીઓનો વધતો રસ પ્રશ્ર્નો ઉભા કરી રહ્યાં છે.
અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પુના, નાગપુર, વિશાખાપટ્ટનમ અને કાકીનાડા સહિતના ૮ શહેરો ઓપરેશનલ થઈ ચૂકયા છે. આ શહેરોના સ્માર્ટ સિટી સેન્ટરના માધ્યમી સોલીડ વેસ્ટ કલેકશન સ્માર્ટ સ્ટ્રીટલાઈટ અને ટ્રાન્સીટ મેનેજમેન્ટ સીસ્ટમ કાર્યરત છે. આ ઉપરાંત સર્વેલન્સ સીસ્ટમ પણ ઉભી કરવામાં આવી રહી છે.
હાલ સીસ્કો, આઈબીએમ, બોસ, એચપી,સાયમન્સ, એફકોન, રોલ્ટા, હનીવેલ સહિતની મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ એલ એન્ડ ટી, ભારત ઈલેકટ્રોનીકસ અને ટેક મહિન્દ્રા સહિતની મુળ ભારતીય કંપનીઓને સ્માર્ટ સિટી સેન્ટરના વિકાસમાં રસ જાગ્યો છે. ૫૫ શહેરોમાં સ્માર્ટ સિટી સેન્ટર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજકોટમાં હજુ ક્ધસલટન્ટની પસંદગી બાકી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com